Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 385
________________ ૩૭૦ 0] વિજ્ઞાન અને ધર્મ સલામતી કે આઝાદીને બદલે કદાચ અમેરિકના પેાતાના મનની શાંતિને વધુ પ્રિય ગણશે. અત્યારે જગતના તમામ લોકોના મનમાં અંગત સલામતી અને મનની શાંતિ મહત્ત્વની ચીજ બની ગઈ છે! જ્યારે ઈઝરાયલ બહાદુરીપૂર્વક આક્રમણને સામનેા કરતું હતું ત્યારે યુરે।પના દેશે! એક પછી એક પેટ્રોલ અચાવવા અને કટોકટી પાર કરવા રવિવારના મોટર ડ્રાઇવિંગને બંધ કરવામાં લાગી ગયા હતા. મજબૂત પહેલવાન હજી કુસ્તી માટે હાથ લખાવે તે પહેલાં જાણે ચુરાપનાં રાષ્ટ્રો ચકિત થઈ ગયાં હતાં! જો આવી જ સલામતી અને અંગત શાંતિની મનેાદશા રહેશે તે છેલ્લા ત્રણ દાયકામાં જે ‘ઉજ્જવળ સહઅસ્તિત્વ” જોવામાં આવ્યુ હતુ. તેમાં સહઅસ્તિત્વ જેવું કઈ નહિ રહે, પણ અમુક દાદાગીરીનું અસ્તિત્વ રહેશે અને પશ્ચિમના દેશે!નું નામનિશાન આ પૃથ્વી ઉપર નહિ રહે. บ પશ્ચિમના બહુ આખા પ્રદેશ ઉપર ત્રીજુ વિશ્વયુદ્ધ ત્રાટકયુ છે. આ આખા પ્રદેશ શું છે તે બુદ્ધિશાળી માણુસ અહીં સમજી લે. પશ્ચિમના દેશે! સમૃદ્ધિ વિસ્તારવા માંગે છે. જ્યારે માનવી ગમે તે ભાગે અને ગમે તેટલી છૂટછાટ આપીને અંગત સમૃદ્ધિ વધારવા માગતા હાય ત્યારે તેના ચારિત્ર્યને હાસ થાય છે, અત્યારે પશ્ચિમના ચારિત્ર્યનું આ એક આગવું લક્ષણ છે. જાણે ગુલામી ભાગવાને પણ અંગત સમૃદ્ધિ વધારવાની સ્પર્ધા જાગી છે. એટલે જ રશિયા સાથે કેાઈ કરાર થાય એટલે અમેરિકા ગેલમાં આવી જાય છે. કેવા ઘાતક ભ્રમ! રશિયાને ઉપયાગી ન હેાય તેવા કરાર તે રાતેારાત ફગાવી દઈ શકે છે. તે વાતના પણ અમેરિકાને ખ્યાલ નથી. પૂર્વના ગુલામી અંધુઓની ગુલામીને મંજૂરીની મહેાર મારવાની ધૃષ્ટતા પણ પશ્ચિમનાં રાષ્ટ્રા કરી રહ્યાં છે. એમને કદાચ ખ્યાલ છે કે આમ કરીને તેએ શાંતિને આગળ વધારી રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408