Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 343
________________ ૩૨૮] વિજ્ઞાન અને ધર્મ ભભૂકાવી મૂકશે. વિયેટનામ અને કેરિયામાંની મુશ્કેલીઓના પરિણામે ચીન સાથે આ અનિવાર્ય યુદ્ધ ખેલવું પડશે. (૨) ઇતિહાસ બતાવી આપશે કે અણુબોમ્બના પ્રો પર પ્રતિબંધ મૂકતી સંધિ અમેરિકા માટેની હિતકર્તા પુરવાર થશે અને એ જ સંધિ એની સામે વપરાશે. (૩) ચીન રશિયન વિસ્તાર પર હુમલે કરશે, પણ એ અથડામણ સરહદ પૂરતી મર્યાદિત રહેશે અને ભવિષ્યમાં થનારું યુદ્ધ કે જેમાં રશિયા અને અમેરિકા અને એકબીજા સાથે ચીન સામે જોડાયેલાં હશે, એ યુદ્ધની આ સરહદી અથડામણથી શરૂઆત થશે નહિ. આ સમયમાં સદીના અંતમાં ડેવીસ સ્ટ્રીટ (કેનેડા અને ગ્રીનલેન્ડ વચ્ચે) અમેરિકા માટે જીવાદોરી બની રહેશે. (૪) ૧૯૬૪ થી ૬૭ વચ્ચેનાં વર્ષો અમેરિકા માટે વિદેશી તેમ જ ઘરઆંગણાની બાબતે માટે ખૂબ જ આતજનક બનશે. આ ગાળામાં અમેરિકા જે ભૂલે કરશે એને એક દાયકા સુધી અમેરિકાને ખ્યાલ નહિ આવે. ૧૯૬૧ થી ૧૯૬૯ વચ્ચે અમેરિકામાં ત્રણ પ્રમુખે થશે. (૫) ચાલુ સૈકામાં કોઈ એક પિપને ઈજા થશે. (૬) ૧૯૬૮ની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષ વિજયી નીવડશે. (૭) ૧૯૮૦માં વિશ્વ પર જે આફત ઊતરશે એના પરિણામે માનવજાતને કારમે આઘાત લાગશે અને એ અધ્યાત્મ તરફ વળશે. ૧૯૬૨ની પાંચમી ફેબ્રુઆરીએ પશ્ચિમ એશિયામાં જન્મેલું એક બાળક વિશ્વમાં ક્રાંતિ આણશે અને અંતે પરસ્પર વિરોધી સંપ્રદાય અને ધર્મોને એક કરીને સર્વધર્મસમન્વય સાધશે. આ બાળક અંગેનું જેનીનું દર્શન ખૂબ સ્પષ્ટ અને ચક્કસ છે. આ બાળકને જન્મ એક ગરીબ ખેડૂતને ત્યાં થયું છે. જેની કહે છે કે ૧૯૮૦ના વર્ષથી આ પુરુષની મહાન શક્તિ માનવજાતને અનુભવવા મળશે અને એની શક્તિ ૧૯૯૯માં ખૂબ જ પ્રચંડ બની રહેશે ત્યાં સુધીમાં જગતમાં શાંતિ અને સદાચાર સ્થપાઈ ચૂક્યાં હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408