________________
૩૨૮]
વિજ્ઞાન અને ધર્મ
ભભૂકાવી મૂકશે. વિયેટનામ અને કેરિયામાંની મુશ્કેલીઓના પરિણામે ચીન સાથે આ અનિવાર્ય યુદ્ધ ખેલવું પડશે.
(૨) ઇતિહાસ બતાવી આપશે કે અણુબોમ્બના પ્રો પર પ્રતિબંધ મૂકતી સંધિ અમેરિકા માટેની હિતકર્તા પુરવાર થશે અને એ જ સંધિ એની સામે વપરાશે.
(૩) ચીન રશિયન વિસ્તાર પર હુમલે કરશે, પણ એ અથડામણ સરહદ પૂરતી મર્યાદિત રહેશે અને ભવિષ્યમાં થનારું યુદ્ધ કે જેમાં રશિયા અને અમેરિકા અને એકબીજા સાથે ચીન સામે જોડાયેલાં હશે, એ યુદ્ધની આ સરહદી અથડામણથી શરૂઆત થશે નહિ. આ સમયમાં સદીના અંતમાં ડેવીસ સ્ટ્રીટ (કેનેડા અને ગ્રીનલેન્ડ વચ્ચે) અમેરિકા માટે જીવાદોરી બની રહેશે.
(૪) ૧૯૬૪ થી ૬૭ વચ્ચેનાં વર્ષો અમેરિકા માટે વિદેશી તેમ જ ઘરઆંગણાની બાબતે માટે ખૂબ જ આતજનક બનશે. આ ગાળામાં અમેરિકા જે ભૂલે કરશે એને એક દાયકા સુધી અમેરિકાને
ખ્યાલ નહિ આવે. ૧૯૬૧ થી ૧૯૬૯ વચ્ચે અમેરિકામાં ત્રણ પ્રમુખે થશે.
(૫) ચાલુ સૈકામાં કોઈ એક પિપને ઈજા થશે. (૬) ૧૯૬૮ની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષ વિજયી નીવડશે.
(૭) ૧૯૮૦માં વિશ્વ પર જે આફત ઊતરશે એના પરિણામે માનવજાતને કારમે આઘાત લાગશે અને એ અધ્યાત્મ તરફ વળશે.
૧૯૬૨ની પાંચમી ફેબ્રુઆરીએ પશ્ચિમ એશિયામાં જન્મેલું એક બાળક વિશ્વમાં ક્રાંતિ આણશે અને અંતે પરસ્પર વિરોધી સંપ્રદાય અને ધર્મોને એક કરીને સર્વધર્મસમન્વય સાધશે. આ બાળક અંગેનું જેનીનું દર્શન ખૂબ સ્પષ્ટ અને ચક્કસ છે. આ બાળકને જન્મ એક ગરીબ ખેડૂતને ત્યાં થયું છે. જેની કહે છે કે ૧૯૮૦ના વર્ષથી આ પુરુષની મહાન શક્તિ માનવજાતને અનુભવવા મળશે અને એની શક્તિ ૧૯૯૯માં ખૂબ જ પ્રચંડ બની રહેશે ત્યાં સુધીમાં જગતમાં શાંતિ અને સદાચાર સ્થપાઈ ચૂક્યાં હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org