________________
પ્રેતાત્મા સાથે વાતચીત
[૧૫૧
પ્રગટ થઈ શકે ખરા?
ઉ. હા, અમારામાંના જે પ્રેતાત્માઓને માનવપ્રાણીઓ માટે સાહજિક પ્રેમ છે, તે સારા સંસ્કાર અને સારા સ્વભાવવાળી વ્યક્તિઓની સબત પસંદ કરે છે. જે અમારાથી ભય પામે છે અને જેમના જીવનમાં ઉચ્ચ મૂલ્ય માટે અભિરુચિ નથી તેમના ઉપર મોટે ભાગે અમે અમારી જાતને લાદતા નથી. અમારામાં કેટલાક પ્રેતાત્માઓ એવા પણ છે કે જેમને બીજા પ્રાણીઓ માટે કુદરતી અણગમો હોય છે. કેટલાક પ્રેતાત્મા માત્ર વનસ્પતિ અથવા પશુએની પેઠે અસ્તિત્વ જ ધારણ કરે છે, તેમને કશામાં રસ હોતે નથી. તુરછ કેટિના પ્રેતાત્માઓને જ તેફાન કરવું બહુ ગમે છે. તે પ્રેતાત્માઓ મનુષ્યોને તથા બીજા પ્રાણીઓને સતાવવામાં જ આનંદ સમજે છે. આ ઉપરથી તમને સમજાશે કે પાર્થિવ ભૂમિકા ઉપર મનુષ્ય જેમ ભિન્ન ભિન્ન પ્રકારના અને સ્વભાવના હોય છે તેવું જ અદશ્ય જગતમાં પણું હોય છે. (આપણે પૂર્વે જ જોયું કે દેવનિમાં પણ ચાર પ્રકાર છે. આમાંના જે પહેલા બે પ્રકાર છે કે તેમનાં નામ ભવનપતિ અને વ્યન્તર છે. તે બે પ્રકારના દેવાને અનુલક્ષીને જ આ પ્રેતાત્માએ અહી બધી વાત કરી છે. જિનાગમની દષ્ટિએ આ બે સ્થાનના દેવે ઘણું કરીને કુતૂહલપ્રિય હોય છે. પાંચ ગતિમાં જે નારકનામની ગતિ છે કે જ્યાં અસત્કર્મો કરવાથી આત્માને જવું પડે છે અને ખૂબ વેઠવું પડે છે, એ નારકગતિમાં પણ ભવનપતિ દેવનિના કેટલાક દેવે જાય છે અને ત્યાં જઈને ત્યાં આવેલા પાપી આત્માઓને ભયંકર ત્રાસ આપે છે. એ વખતે એ આત્માઓ જે ચીસાચીસ કરે છે તે જોઈને પેલા કુતૂહલપ્રિય દેને ખૂબ આનંદ આનંદ થઈ જાય છે! કેવી વાત! પથ્થરમાર કરીને આનંદ! અને પથ્થરને માર ખાતા દેડકાને તે મરણતોલ ત્રાસ! જિનાગમની આ વાતને અનુલક્ષીને જ પ્રેતામાએ આ હલકી કક્ષાના દેવેની રંજાડપ્રિયતાનું સૂચન કર્યું હશે. માત્ર નારનિમાં જ નહિ, માનવ અને પશુનિના જાને રંજાડવાનું પણ એવા કેટલાક હલકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org