________________
[૯૭
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ: પુનર્જન્મવાદ
સુનીલ તરત બેલ્યો, “તમારી નિશાળ ન હોય તો કાંઈ નહિ, પણ મારી પિતાની નિશાળ બદાયુમાં છે, હું સુનીલ નથી પણ બદાયુના જાણીતા ધનવાન શેઠ શ્રી કૃષ્ણપાલ છું. મારી બે નિશાળે અને શ્રીકૃષ્ણ ઇન્ટર કોલેજ છે, ત્યાં પ્રિન્સિપાલ . પાઠક છે.”
આ બધી વાત સાંભળીને તેના પિતા ખૂબ આશ્ચર્ય પામ્યા. તેમણે સ્વજન-સંબંધીઓને બોલાવ્યા. ગામને કેટલેક અધિકારી વર્ગ પણ બોલાવ્યા. તેમની સમક્ષ સુનીલે ફરી બધી વાત કરી.
ત્યાર બાદ બે ત્રણ લબ્ધપ્રતિક ગૃહસ્થની સાથે સુનીલને બદાયુ લઈ જવામાં આવ્યું.
કોલેજ પાસે આવતાં જ સુનીલ અંદર દોડી ગયું અને પ્રિન્સિપાલની ખુરશી ઉપર પાઠકને બદલે બીજા કેઈને જોતાં જ તે હેબતાઈ ગયે. તેણે કહ્યું, “આ પ્રિન્સિપાલ નથી.”
સુનીલના પિતાએ તે ભાઈને પૂછયું કે, “શ્રી પાઠક ક્યાં છે?”
ત્યારે તે નવા પ્રિન્સિપાલે કહ્યું કે, હું તે બે વર્ષથી જ અહીં નિયુક્ત થયેલ છું. મારી પહેલાં પ્રિન્સિપાલ પાઠક હતા. તેમણે આ કોલેજમાં ૩૧ વર્ષ સુધી કામ કર્યું હતું. આ કેલેજના સ્થાપક શેઠ શ્રી કૃષ્ણનેપાલ યુવાનીમાં જ હાર્ટ ફેઈલ થયા હતા. તેઓ સંતાનહીન હોવાથી તેમનાં પત્નીએ એક છેકરો દત્તક લીધે છે, જે બધો વહીવટ સંભાળે છે.
ત્યાર પછી બાળકને પહેલાંના પ્રિન્સિપાલના ઘેર લઈ જવામાં આવ્યું. પ્રિન્સિપાલને જોતાં જ સુનીલ તેમને વળગી પડ્યો. પછી કેલેજની વ્યવસ્થા અને ફેરબદલીની બાબતમાં કેટલીક મહત્વપૂર્ણ ચર્ચા કરી. બાળકના મેઢેથી આ બધી વાત સાંભળીને લેકે દંગ થઈ ગયા.
પછી બાળકને તેની પૂર્વજન્મની પત્ની પાસે લઈ જવામાં આવ્યું. ત્યાં બાળકે પત્ની, સગાંઓ અને નેકરેને ઓળખી કાઢયાં. વિધિ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org