________________
વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૫૯ આવું આવું તે ઘણું આજે સંશોધન થઈ રહ્યું છે. કેવી નવાઈની વાત છે કે જૈન-દર્શનને પામેલા સંસ્કારી માતપિતાના એક બાળકની ગળથૂથીમાં જે વાત વણાઈ ગયેલી છે એને પામવા માટે આજના બુદ્ધિમાન માનવેને ભેજાં કસવાં પડે છે. ખેર....અંતે પણ તેઓ આત્માને સ્વીકારે છે જે એની અવિનાશિતાને કબૂલે છે એ જ મોટા આનંદની બીના છે.
આજે જુદા જુદા ઘણા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આત્માનાં સત્ય હાથ લાગ્યાં છે. અનેક વૈજ્ઞાનિકે એ નિત્યાત્માનું અસ્તિત્વ કબૂલ્યું છે. આપણે અહીં એમાંના એક સત્યાન્વેષીની આત્માના પૂર્વજન્મ અંગેની કબૂલાત વિચારશું. આ ભાઈએ વશીકરણ (Hypnotism)ના પ્રાગે દ્વારા પૂર્વજન્મની સિદ્ધિ કરી છે. એણે ૧૩૮૩ પ્રગો કર્યા છે, અને છેલ્લામાં છેલ્લા ગણતા છઠ્ઠા નંબરના સૌથી ઊંડા વશીકરણથી (deepest hypnotism) એ આત્માઓ પાસે તેમના પિતાના પૂર્વજન્મોની સ્મૃતિ કરાવી છે. એમનું નામ છે એલેકઝાન્ડર કેનન. એમણે “ધ પાવર વિધીન” નામનું અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકના સોળમા પ્રકરણમાં પુનર્જન્મની વશીકરણવિદ્યાથી સિદ્ધિ કરતી માહિતી આપી છે. તેમણે ત્યાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે,
એક સમય એ હતું, જ્યારે ઘણાં વર્ષો સુધી પુનર્જન્મને સિદ્ધાંત. મારા માટે એક ભયંકર સ્વપ્ન સમે હતું. તે વખતે હું આ સિદ્ધાંતને તેડી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહે. હું તે વશીકરણવિદ્યાને નિષ્ણાત (hypnotist) હતું એટલે અવારનવાર અનેક વ્યક્તિઓ ઉપર વશીકરણવિદ્યાના પ્રયોગો કરતે અને તેઓને ઘણી ઘણી વાતે પૂછતે.
જ્યારે જ્યારે પણ તેમાંનું કેઈ પણ મને પુનર્જન્મના અસ્તિત્વની વાત કરતું ત્યારે હું સખત રીતે તેમની વાતને વખેડી નાંખતે;પણ અફસ! જ્યારે ઘણુ બધાએ એ જ વાતનું પુનરુચ્ચારણ કર્યું ત્યારે તે માટે પણ માનવું જ પડયું કે પુનર્જન્મ જેવી કઈ વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org