________________
વિજ્ઞાન અને ધર્મ ,
જાગ્રત મનમાં આવી જાય છે અને પિતાનું કાર્ય કરતે રહે છે. આ વસ્તુ સ્થિતિ છે માટે માનવે કોઈ પણ અશુભ વિચાર ન થઈ જાય તેની ખૂબ કાળજી કરવી જોઈએ. હા, જાગ્રત મનને ઉત્તેજિત વિચાર હજી ભયાનક નથી, પરંતુ પછી આંતર મનમાં એ સર્વ વ્યાપી જાય છે, ત્યાં સ્થિર થઈ જાય છે, અને તેથી ફરી ફરી તેનાં માઠાં ફળ જેવાનું દુર્ભાગ્ય અવસર સાંપડ્યા કરે છે એ બધું તે ખૂબ જ દુઃખદ છે. આ જ વાતને તેઓ એક ખુબ સુંદર દષ્ટાંત આપીને સમજાવે છે.
એક કાચને ગ્લાસ લે. તેને પિણે ભાગ પાણીથી ભરી દે. પછી તેમાં ખિસ્સાને એક રૂમાલ એવી રીતે નાંખે કે અડધે રૂમાલ ગ્લાસના પાણીમાં પડીને ભીંજાઈ જાય, અને બાકીને અડધે રૂમાલ પાણીની બહારના ગ્લાસની ધાર ઉપર રહે. હવે એ પાણીની બહાર રહેલા સૂકા રૂમાલ ઉપર સાકરને એક ગાંગડો મૂકે, શું આ સાકરને કટકે ઓગળશે ખરો? ના, નહિ જ. સારું. હવે એ સૂકે રૂમાલ પેલા સાકરના કટકા સાથે જ ગ્લાસના પાણીમાં સરકાવી દો. થેડી વારમાં જ આપણને જોવા મળશે કે પેલે સાકરને કટકે ઓગળી ગયે છે, અને એની મીઠાશ પાણીના પ્રત્યેક ટીપા સુધી અને રૂમાલના દરેક તંતુ સુધી વ્યાપી ગઈ છે.”
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. અહીં જે સૂકે રૂમાલ છે તે જાગ્રત મન છે, અને જે ભીને થયેલે રૂમાલ છે તે અર્ધજાગ્રત મન છે. જે સાકરને કટકે છે તે વિચાર છે. જ્યાં સુધી વિચાર જાગ્રત મનમાં છે ત્યાં સુધી તે પેલા સાકરના કટકા જે છે કે જે ઓગળીને ક્યાં ય ફેલાતું નથી. પણ જ્યારે એ વિચાર રૂપી સાકરને કટકે આંતરમનમાં ચાલી ગયો ત્યારે ત્યાં એ સર્વત્ર વ્યાપી ગયે. એટલે વિચાર ક્યારે ય મરી જ નથી પણ ઊલટો છે તે આંતરમનમાં સર્વત્ર વ્યાપીને લાંબું જીવન જીવતે હોય છે. જે આ જ વસ્તુસ્થિતિ છે તે કઈ પણ પ્રાણી ક્યારે ય મરી શકતું નથી. ઊલટું, પેલા વ્યાપ્ત વિચાર (કે જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org