________________
૬]
વિજ્ઞાન અને ધર્મ.
સાંભળવા માત્રથી માની જ ન શકાય; પરંતુ જ્યારે તેની જાતતપાસ કરી ત્યારે તેઓ ભારે વિમાસણમાં મુકાઈ ગયા હતા. કેમકે એવી જાતિસ્મૃતિ જેમને થઈ હતી તેમણે ભૂતપૂર્વ જીવનના પ્રસંગોને બહુ ચાકસાઈથી રજૂ કર્યો હતા.
વિદ્યાભૂષણુ શ્રીરશ્મિ પોતે આ વિષયમાં શું કહે છે તે જોઇએ. તેઓ કહે છે કે, “મૃત્યુ આપણું શરણુ શેાધે છે. તમે કદાચ આ વાતને સાવ નકારી દઈને કહેશેા કે એવું તે શી રીતે બને? મૃત્યુ કાં આપણું શરણુ શેાધે છે? પણ હું વિનમ્રભાવે કહીશ કે તમે અહીં જરાક ભૂલ્યા છે. કેમકે ખરી રીતે મૃત્યુ જ તમારી પાસે આશ્રય માગે છે, અસંખ્ય વષૅથી સતત પ્રયત્નશીલ રહેવા છતાં એ તેમને–તમારા આત્માને હણી શકયુ નથી. સમયના આટલા લાંબા ગાળામાં પણ એ એક આત્માના નાશ કરવામાં સફળ થઈ શક્યું નથી. તેા પરાજય કાના? તમારો કે મૃત્યુના ? પહેલાં પાશ્ચાત્ય જગત માનતું હતું કે મૃત્યુની સાથે જ જીવનના અંત આવી જાય છે. જીવન ઉપર મૃત્યુના વિજય થાય છે – પણ હવે એ કહેવા લાગ્યું છે. કે, ‘જીવન અપરાજેય છે. મૃત્યુ પછી પણ જીવન હયાત રહે છે –એ કચારે ય મરતું નથી.”
એ વાત કદાચ તમારી જાણ બહાર પણ હાઈ શકે છે કે ખ્રિસ્તી લોકોને માન્ય ખાઈબલમાં પુનર્જન્મની વાતાને નકારી નાખવામાં આવી છે. આમ છતાં અદ્યતન ખ્રિસ્તી જગતના વિખ્યાત ધર્મપ્રચારક, નાર્મેન વિન્સેન્ટ પીલનું કહેવું છે કે, પચાસ વર્ષ દરમિયાન જીવન– મરણની સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્ન કરતાં મને જે અનુભવા થયા છે તેના આધારે હું કહી શકું છું કે, મૃત્યુ એ જીવનની સમાપ્તિ નથી પરંતુ વધુ મોટા વિસ્તારની ઉપલબ્ધિ છે; મૃત્યુ તે માત્ર એ જીવન વચ્ચેની સીમારેખા જ છે.''
જાણીતા માનસશાસ્ત્રી ડો. કેનેથ વાકર કહે છે કે, “પ્રાણી ક્રી ફરી જન્મે છે. પુનમના અસ્વીકાર નહિ કરી શકાય, પણ મૃત્યુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org