________________
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ: પુનર્જન્મવાદ
[૮૯
વામાં આવ્યું છે. પુનર્જન્મ તે ઘણું ધર્મોને પાયાને સિદ્ધાન્ત બન્યા છે. કેમકે પુનર્જન્મ છે માટે જ વર્તમાન ટૂંકા જીવનનાં ક્ષણિક ભૌતિક સુખેની ચિંતા પડતી મૂકીને જ્યાં જવાનું છે તેવી આત્માની અનંત યાત્રાના અગણિત જીવનના સુખની કાળજી કરવાનું દરેક ધર્મના પાયામાં તત્ત્વ પડેલું છે. બેશક, વિજ્ઞાન હજી આ તત્વને તાગ પામી શકયું નથી, છતાં એટલી તે જરૂર આનંદની બીના છે કે એ વિજ્ઞાન પણ હવે પુનર્જન્મની અને આત્માની અમરતાની સામે બંડ પુકારવાને બદલે એ વાતને વિચાર કરવામાં ગરકાવ તે બની ગયું છે.
અહીં એવી કેટલીક તદ્દન સાચી ઘટનાઓ રજૂ કરવામાં આવે છે કે જે આત્માની અમરતા તથા પુનર્જન્મના સિદ્ધાન્તને વૈજ્ઞાનિક કસોટી પર ચડાવવામાં ઘણું સહાયક નીવડી શકે તેમ છે. આબીદ કે ઈસ્માઈલ?
(૧) આ પહેલી ઘટના ઈસ્તંબુલ (તુક)માં બનેલી છે. ત્યાંના આત્મવિદ્યા તથા વૈજ્ઞાનિક સંશોધન પરિષદના અધ્યક્ષે પિતે આ ઘટનામાં ઊંડી તપાસ કરીને કહ્યું કે, “નિશ્ચિત આ આત્માના શરીરનાંતરની (અન્ય શરીરની ઘટના છે.” આ ઘટનાને અહેવાલ અધ્યાત્મકે વિજ્ઞાનવેત્તાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં રજૂ કરવામાં આવનાર હતા.
ઈસ્તંબુલમાં એક છોકરો છે. એનું નામ ઈસ્માઈલ આતલિંકલિક. તુકીના મને વૈજ્ઞાનિકોને મત એ છે કે આ છોકરામાં છ વર્ષ પૂર્વે, દક્ષિણ-પૂર્વે તુકના “અદના” નામના ગામમાં માર્યા ગયેલા એક માણસને આત્મા વસે છે. છેલ્લા ઘણા મહિનાઓથી મને વૈજ્ઞાનિકે તથા અધ્યાત્મ-વેત્તાઓ એની તપાસ કરી રહ્યા છે.
જે માણસની હત્યા કરવામાં આવી હતી તેનું નામ “આબિદ સુજુલયસ.” તે પિતાની પાછળ ત્રણ બાળકને મૂકી ગયો હતે. ગુલશરા, જેકી અને હિકમત. ચાર વર્ષને ઈસ્માઈલ ક્યારેક ક્યારેક પિતાનાં એ બાળકને જેવા વ્યાકુળ થઈ ઊઠે છે ત્યારે એમનાં નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org