________________
વિજ્ઞાનનાં ફરતાં વિધાનો
૪૧ જાહેર થયું ત્યારે રવીન્દ્રનાથ નો બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા. બંગાળાના સમર્થ વિદ્વાનો અને શ્રીમંતોનું એક ડેપ્યુટેશન રવીન્દ્રનાથને અભિનંદન આપવા આવ્યું. જ્યારે ટાગોર સ્નાન કરીને બહાર નીકળ્યા કે તરત બધાએ તેમને અભિનંદન આપ્યા. ટાગોર આશ્ચર્યચકિત થઈને પૂછે છે કે, “પણ છે શું? શાનાં અભિનંદન! અને શાના ફૂલહાર !” ત્યારે જ તેમને જાણવા મળ્યું કે તેમને ગીતાંજલિ ઉપર નેબેલ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એ જાણીને આશ્ચર્ય થશે કે આટલું જાણ્યા પછી ટાગેર આનંદિત થવાને બદલે ઉદાસ થઈ ગયા! ખિન્નવદને તેઓ બોલ્યા, મને માફ કરે જે, તમારા અભિનંદન અને ફૂલહાર સ્વીકારી શકતા નથી. તમારી પાસે આ ગીતાંજલિ આવી ત્યારે તમે તેની કદર કરી ન શક્યા અને હવે જ્યારે અંગ્રેજો એ પુસ્તકની કદર કરે છે ત્યારે જ તમને એમ લાગ્યું કે આ પુસ્તક કદરપાત્ર છે? અને તેથી જ હવે તમે મને અભિનંદન આપવા દોડી આવ્યા છે ને ! જે તમારામાં કદર કરવાજોગી પણ સ્વતંત્ર બુદ્ધિમત્તા ન હોય, જે તમે આ રીતે અંગ્રેજોની સામે જ સદા જઈને બેસી રહેતા હોવ તે મારે એવી ભાડૂતી કદરની કશી જરૂર નથી !!! અંગ્રેજોની કદરથી મારા પુસ્તકની તમે કદર કરો એ સ્થિતિ મને નાપસંદ છે !!!!”
જેવું આ પ્રસંગમાં બન્યું તેવું જ પ્રસ્તુત પુસ્તકનાં લેખનના વિષયમાં પણ બની શકે. કોઈ એવી પણ કલ્પના કરી શકે કે જે તત્ત્વજ્ઞાનનું સત્ય સ્વયમ્ભ છે, સ્વતઃસિદ્ધ છે એ તત્વજ્ઞાનની સત્યતા વળી વિજ્ઞાનની શેઠેથી કરાતી હશે?
અને જે આ રીતે વિજ્ઞાન દ્વારા તત્ત્વજ્ઞાનની મહાનતા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેમાં તત્ત્વજ્ઞાનની સાથે સાથે વિજ્ઞાનનું પણ વિશિષ્ટ મૂલ્યાંકન થઈ જતું નથી ?
આ બધા પ્રશ્નો કે વિચારની સામે એક જ જવાબ છે કે વિજ્ઞાનવાદનું આજે જગતને ખૂબ જ આકર્ષણ છે માટે જ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org