________________
૪૬]
વિજ્ઞાન અને ધર્મ
તે તે પરિણામ સ્વરૂપ મનુષ્યાત્મા, સ્ત્રી આત્મા, પશુઆત્મા, દેવાત્મા વગેરે અનિત્ય છે કેમકે મનુષ્ય વગેરે સ્વરૂપ આત્માને નાશ થાય છે, છતાં આત્માને પિતાને સ્વરૂપથી તે નાશ થઈ જતું જ નથી.
સેનાની ઢીંગલી નાશ પામે અને તેમાંથી પછી સોનાની બંગડી બનાવવામાં આવે ત્યારે ઢગલસ્વરૂપ સેનાને નાશ થવા છતાં સેનું પતે તે કાયમ જ રહ્યું અને તેથી તેમાંથી બંગડી બની. અહીં ઢીંગલી કે બંગડી એ સેનાનાં પરિણમે છે. બધી અવસ્થામાં સેનું પતે કાયમ રહે છે.
આવું જ આત્માનું બને છે. મનુષ્યાત્માને નાશ થાય અને દેવાત્મા તરીકે ઉત્પાદન થાય છતાં બને અવસ્થામાં આત્મા તે - કાયમ જ રહે છે એટલે જ પોતાના મૂળ સ્વરૂપની દષ્ટિએ આત્મા નિત્ય છે, પણ એનાં જુદાં જુદાં પરિણામેની દષ્ટિએ આત્મા અનિત્ય છે. પણ આ જ વાતને ટૂંકમાં એમ કહી શકાય કે આત્મા પરિણામી, નિત્ય છે.
એટલે આત્મા જેવી દેહથી ભિન્ન એક સ્વતંત્ર વસ્તુ છે અને તે પરિણમી નિત્ય છે એ વાત નક્કી થઈ.
આવો આત્મા કમને કર્તા પણ છે, સમગ્ર આકાશમાં સર્વત્ર એવા એક પ્રકારની રજકણે ઠાંસીને ભરેલી છે જેને આત્મા પિતાની ઉપર સતત ચૂંટાડતે હોય છે. આ સંસારમાં વસતે દરેક આત્મા રાગ અને રેષથી યુક્ત જ છે અને તે મન, વચન, કાયાની પ્રવૃત્તિથી પણ યુક્ત જ છે. આ રાગરેષના ભાવો અને મન વગેરેની પ્રવૃત્તિઓને કારણે જ આત્મા દરેક સમયે પેલી રજકણોને ઝડપતે જ રહે છે. જેમ ચુંબકમાં ચુંબકીયત્વ હોવાથી તે લેહકણેને ખેંચે છે તેમ આત્મામાં રહેલું રાગાદિ ભાવોનું ચુંબકીયત્વ પેલી રજકણને ખેંચતું જ રહે છે. જે આત્મા રાગાદિ ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org