Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 9
________________ પ્રશ્નવ્યાકરણ અગમ દર્પણમાં ઉપથાન | અંગચૂલિયા યોગવિધિ નહિ આચરનારાઓ પાસે યોગવિધિ ત્યાગ કરવાપૂર્વક ક્રિયાકલાપ કરનારો એકાંતે મિથ્યાદૃષ્ટિ જ જણાવો. અંગચૂલિયા જેમણે આ યોગ (ઉપધાન) વિધિનું વહન કર્યું છે, તે સાધુ (ઉપલક્ષણથી શ્રાવક) કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ, પર્યાપાસનીય છે અને તે મોક્ષફળ આપનાર છે. મહાનીશીથ જ્ઞાનના અકાળે ભણવું આદિ આઠ આનાચારોમાં ઉપધાન કર્યા વિના ભણવું એ મોટા દોષવાળો અનાચાર છે. યોગવહન કર્યા વિના જો શ્રુતનો અભ્યાસ કરે તો તેમને તીર્થકર અદત્તનો દોષ લાગે છે. જિતકલ્પ આયંબિલ આદિ તપ વડે યોગની વિધિ સ્વરૂપ ઉપધાન નહીં કરવામાં વ્રતમાં-મહાવ્રતમાં અતિચાર લાગે છે. વ્યવહારસૂત્ર જેનાથી આત્મભાવોની પુષ્ટિ થાય તે છે ઉપધાન! આચારાંગ : જ્ઞાન, દર્શન અને ચારિત્ર અને બાહ્ય-અત્યંતરતપથી ચારિત્ર પરિણતિની પુષ્ટિ કરાય તે ભાવ-ઉપધાન છે. મહાનીશીથી ઉપધાન કર્યાવિના સમ્યગુજ્ઞાનને ભણનાર, ભણાવનાર અને તેની અનુમોદનાકરનાર સમ્યગુજ્ઞાનની આશાતનાનું મહાપાપકરે છે. નિશીથ ચૂર્ણિ દુર્ગતિમાં પડતા જીવને પકડી રાખનાર ઉપધાન છે. ગચ્છાચાર પન્ના વિનય-બહુમાનથી શ્રુતજ્ઞાનને ધારણ કરવું તે છે ઉપધાન ! પ્રવચન સારોદ્વાર જે તપ દ્વારા આત્મકલ્યાણનાં સૂત્રો આત્મસ્થ કરાય છે તે ઉપધાન છે. પંચાશક સૂત્ર અંગ, ઉપાંગાદિ આગમોના પઠન અને આરાધના માટે આયંબિલ, ઉપવાસ, નિવિરૂપ જે તપ કરાય છે તે ઉપધાન! ઉત્તરાધ્યયન હિંમેશા ગુરુકુળવાસમાં રહી યોગ અને ઉપધાનને વહનાર, પ્રિયકારી, પ્રિયવાદી આત્મા જ્ઞાન મેળવવા માટે યોગ્ય છે. આચારાંગ પ્રભુ શ્રી મહાવીરે જ્ઞાનાદિ તપ અથવા ભાવ ઉપધાનને પોતે આચર્યું હતું. માટે અન્ય મુમુક્ષુઓએ પણ ઉપધાન અવશ્ય કરવા જોઈએ. ભગવતી સૂત્ર જેના વડે પુષ્ટિ પમાડાય છે તે ઉપધાન. ઉપધાનથી જ્ઞાનાદિકની પ્રાપ્તિ શુદ્ધિ વૃદ્ધિ (પુષ્ટિ) થાય છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64