Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 26
________________ ક્રિયામાંથી નિવૃત્ત થતાં સૂત્ર, અર્થનો સ્વાધ્યાય કરવો, ધાર્મિક પુસ્તક વાંચવા, - નિંદા-કુથલી-પારકી પંચાતથી આરાધનાનું પુણ્ય બળીને ખાક થઈ જાય છે. ઉપધાનમાં પ્રવેશ કર્યા બાદ બહારની કોઈ વસ્તુ ઉપયોગમાં લેવાય નહિ. જે પ્રતિલેખન ન કર્યું હોય તે વસ્તુ વપરાય નહિં. િજ્યાં કાજો ના લીધો હોય ત્યાં બેસાય નહિં. ભોજન મંડપમાં પ્રવેશતા “જયણા મંગલ” બોલવું, જમવાની જગ્યાએ કાજો લેવો, થાળી વાટકા વિ. પુંજી-પ્રમાજી વાપરવા. િમુહપત્તિ-ચરવળો સાથે જ રાખવા, એક હાથથી દૂર મુકવા નહિં. * રાત્રે કાનમાં કુંડલ ફરજિયાત નાંખવા અથવા કપડું બાંધવું. કાળવેળાએ કાંબલી ઓલ્યા વગર બહાર જવું નહિં. ૧ દિવસના સૂવું નહિં. જ છાપા-ચોપડીઓ-મેગેઝીનો વિ. વંચાય નહિ. પૂછવા વગર કોઈની વસ્તુ લેવી નહિં, વાપરવી કે અડવી નહિં. જ નિધિમાં જરૂર પૂરતું લેવું. એઠું મુકવાથી દિવસ પડે. હાથ, પગ, મોઢું, શરીર ધોવાય નહિં, ભીના કપડાના પોતા કે સ્પંજ પણ થાય નહિં. દિ પાણી ઘી ની જેમ વાપરવું. અહિ અંડિલ-માત્રુ જતા પાણીનો ઉપયોગ જરૂર પૂરતો જ ઓછામાં ઓછો કરવો. કિ ક્રિયા કરતાં પંચેન્દ્રિય મનુષ્ય કે તિર્યંચની આડ પડે (આપણી અને સ્થાપનાજીની વચ્ચેથી જાય) તો ઇરિયાવહી કરી લેવી. જ્યાંથી ક્રિયા અટકી હોય ત્યાંથી આગળ વધારવી. જ આમ તો ગામ બહાર નિર્દોષ ભૂમિમાં ચંડિલ જવાનું હોય છે. શહેરમાં જગ્યાનો અભાવ હોઈ, વાડાનો ઉપયોગ કરવો પડે છે, ત્યારે જયણા રાખવી જરૂરી છે. પહેલા પ્યાલામાં રખ્યા(રાખ) નાખવી, સ્પંડિલ કર્યા બાદ ઉપર પણ રખ્યાનો ઉપયોગ કરવો, રાખના કારણે સુક્ષ્મ જંતુઓ ચોંટતા નથી. પાણીનો બને એટલો ઓછામાં ઓછો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો. ૪૮ મિનિટમાં જમીન ઉપર રહેલ પાણીના એંઠા બિંદુઓ જો સુકાય નહિ તો તેમાં અસંખ્યાત સમુઠ્ઠમ મનુષ્યોની ઉત્પત્તિ થઈ જાય છે. વ િમાત્રાનો પ્યાલો ઢાંકણુ ઢાંકીને પરઠવવા લઈ જવો, ઉઘાડો નહિં. મર્યાદા સચવાય તે રીતે ઉચિત વેશ પરિધાન કરવો. જ્યાં ત્યાં સ્પંડિલ-માતૃપરઠવવું નહિ. બીજાને અપ્રીતિ થાય તેવું ન કરવું. આપણા નિમિત્તે ધર્મની અપભ્રાજના-લઘુતા થવી જોઈએ નહિં. ૧ ૮

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64