Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 51
________________ લુછીને ચોખ્ખી કરવી. વાપરતાં નીચે દાણા વિગેરે પાડવા નહિં. નીચે પડેલા દાણા વીણી લેવા અને વાપરી જવાં. ૪) આદાનભંડમત્ત નિક્શેવણા સમિતિ : વસ્તુ લેવા - મૂકવાનો વિવેક. કોઈપણ વસ્તુ પુસ્તક, કપડાં, વસ્ત્ર, પાત્ર વિગેરે કોઈપણ વસ્તુ લેતા પહેલાં ચરવળાથી કે પૂંજણીથી પૂંજવું. નીચે બેસતી વખતે પૂંજીને કટાસણું પાથરવું. સંથારો કરતી વખતે ભૂમિ પૂંજીને સંથારો પાથરવો. ૫) પારિષ્ઠાપનિકા સમિતિ : નકામી વસ્તુના વિસર્જનનો વિવેક - સ્થંડિલ માત્રુ ગમે ત્યાં પરઠવવા નહિ. સ્થંડિલ માત્રુ એની શુદ્ધ ભૂમિમાં જ પરઠવવાં, પરઠવતી વખતે ભૂમિ શુદ્ધ જોવી,વાંકા વળીને કોઈ જીવજંતુ હોય નહિં તે જોવું. પરઠવતાં પહેલાં પ્યાલો નીચે મૂકી ‘અણુજાણહ જસુગ્ગહો’ બોલવું પરઠવ્યા બાદ ત્રણવાર ‘વોસિરે’ કહેવું. ૬) મનગુપ્તિ : પાપની વૃત્તિથી મનને પાછું વાળવું તે, મનને ગમે ત્યાં ભટકવા દેવું નહિ. જે સમયે જે ક્રિયા કે કાર્ય કરતા હોઈએ તેમાં મનને સ્થિરતાથી એકાગ્ર બનાવવું. ૭) વચનગુપ્તિ: જરૂર વિનાનું બોલવાનું બંધ કરવું તે. કામ હોય ત્યારે જ બોલવું. કામ વિના ન બોલવું. નકામી વાતો ચીતો કરવી નહિં. ટહેલ ટપ્પા મારવાં નહિં, પારકી નિંદા કુથલી કરવી નહિં. લોકકથા, દેશ કથા, રાજકથા, સ્ત્રીકથા કરવી નહિં. છાપા વાંચવા નહિં. ધાર્મિક પુસ્તક સિવાય અન્ય પુસ્તકો વાંચવા નહિં. ૮) કાયગુપ્તિ : બિન જરૂરી શારિરીક પ્રવૃતિ બંધ કરવી તે. કામ વગર હલનચલન કરવું નહિં. બને ત્યાં સુધી શરીર સંકોચીને સ્થિર રાખવું. દુનિયામાં માતા જેમ પોતાના પુત્રનું લાલનપાલન કરે છે, તેમ આ અષ્ટપ્રવચન માતા આપણા ધર્મરૂપી દેહનું જતન કરે છે. માટે જ માતા કહેવાય છે. पोसह पारवानी विधि ઇચ્છાવસંદિ૰ભગo! ઇરિયાવહીયં પડિક્કમામિ' ઇચ્છું કહી ઇરયાવહિ પડિક્કમી એક લોગસ્સનો (ચંદેસુ નિમ્મલયરા સુધી) કાઉસ્સગ્ગ કરી, પ્રગટ લોગસ્સ કહી - ખમા ૦ ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ મુહપત્તિ પડિલેહું ? ગુરુ કહે ‘પડિલેહો' ઇચ્છું કહી - મુહપત્તિ પડિલેહવી ખમા ૦ ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ પોસહ પારું ?’ ગુરુ કહે ‘પુણો વિ કાયવ્યો’ યથા શક્તિ કહી - ૩ ખમા ૦ ઇચ્છા ૦ સંદિ ૦ ભગ ૦ પોસહ પાર્યો ?’ ગુરુ કહે ‘આયારો ન મોત્તત્વો’ ‘તત્તિ’ કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી એક નવકાર અને પોસહ પારવાનું સૂત્ર કહેવુ. ૪૩

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64