________________
૮.
૩. રોજ બાંધા પારાની ૨૦ નવકાર વાળી ગણવી.
શ્રી ઉપધાન તપ કરનારને ત્યાર બાદ યથાશક્ય પાળવાના નિયમો ૧. યથાશક્ય બ્રહ્મચર્યનું પાલન કરવું. ૨. કંદમૂળ આદિ અભક્ષ્યનો ત્યાગ કરવો. ૩. ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખવો. ૪. સચિત વસ્તુનું ભક્ષણ યથાશક્ય તજવું. ૫. રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. ૬. રોજ એક સામાયિક કરવું અને એક ગાથા ગોખવી. ૭. સવાર સાંજ પ્રતિક્રમણ કરવું.
સંથારે શયન કરવું. ૯. ખાંડવું, દળવું, ધોવું આદિ આરંભનો ત્યાગ.
શ્રાવક જીવનને દિપાવનાર નિયમો કાયમ ઉકાળેલું પાણી વાપરવું. તેથી સુપાત્ર ભક્તિ અને આરોગ્યાદિ અનેક લાભો થાય છે. અપકાયના અસંખ્ય જીવોને અભયદાન મળે છે. પ્રભુઆજ્ઞાનું પાલન થાય છે.
સવારે નવકારશીનું તથા સાંજે ચઉવિહારનું પચ્ચકખાણ તો કરવું જ. ૩. ઉભયકાળ આવશ્યક (પ્રતિક્રમણ) નિયમિત કરવું.
મહિનામાં બે ચતુર્દશીએ શક્તિ પહોંચે તો ઉપવાસ કરવો. ૫. બાર તિથિ તથા છ અઠાઈ લીલોતરી વાપરવી નહિ. ૬. ત્રિકાળ જિન દર્શન સામગ્રી યોગે અવશ્ય કરવા.
બ્રહ્મચર્ય ન લેનારે છેવટે બાર તિથિ અને છ અઠ્ઠાઈ તો બ્રહ્મચર્ય પાળવું. ૮. વિધિ પૂર્વક અષ્ટપ્રકારી પૂજા રોજ ઉત્તમ અને પોતાના દ્રવ્યથી કરવી.
બાવીસ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાયને સમજી તેનો જિંદગી પર્યત ત્યાગ
કરવો. ૧૦. હોટેલમાં જવું નહિ, નાટક - સિનેમા, ટી.વી. જોવા નહિ તથા પાન, બીડી
સિગારેટ વાપરવી નહિ. ૧૧. શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકનું એકાસણું દર મહિનાની વદ દશમે
અવશ્ય કરવું. તેથી સમાધિમરણની પ્રાપ્તિ થાય છે. ૧૨. રોજ ઓછામાં ઓછું એક સામાયિક કરવું. ૧૩. મહિનામાં અમુક પૌષધ કરવા. ૧૪. તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે રોજ એક કલાક ગોખવું..
૨.
४६