Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 59
________________ ૧૫. પેજ નં. ૧૨ મુજબ, વિધિપૂર્વક, મૌનપૂર્વક, નવકારવાળી ૨૦ ગણવી. બ થાય ત્રીજા ઉપધાનવાળાએ લોગસ્સની ત્રણ નવકારવાળી બાંધી ગણવી. જ ગણે હાથે, નાભિથી ઊંચે માળા રહે તેમ, હોઠ હલાવ્યા વિના, બંધ આંખે, શુભ ચિત્તે ગણવી. ૨૦ એક સાથે ન થાય તો પ-૫ના ટુકડે ગણવી. મી ૧૬. સવારે સૂર્યોદય પછી છ ઘડી બે કલાકને ૨૪ મિનિટ) થાય ત્યારે પોરિરિ ભણાવવી. પેજ નં. ૩૨. પોરિસિ કાજો લેવો. ૧૭. વ્યાખ્યાન શ્રવણ-વાંચના શ્રવણ અવશ્ય કરવું જ. ૧૮. પોતાના સ્થાનથી ૧૦૦ ડગલાની બહાર જઈ આવ્યા હોય કે ઠલ્લે માત્રે જઈ આવ્યા હોય ત્યારે આવ્યા બાદ, ઇરિયાવહિયં, તથા ગમણાગમણે બોલવું. ૧૯. બીજી પોરિસિ (સૂર્યોદય પછી ૪ કલાક ને ૪૮ મિનિટે આવે)નો કાજો લઈને પછી બપોરનું દેવવંદન કરવું. ૨૦. ઉપવાસ, આયંબિલ કે નિવિ હોય, તેમાં પુરિમઠ્ઠ પચ્ચકખાણ સ્થાપનાજી ખોલીને પેજ નં. ૩૨ મુજબ વિધિપૂર્વક પારવું. પછી જ પાણી આદિ વાપરી શકાય. ૨૧. પેજ નં. ૭ મુજબ, વાપરવા જવું. (નિવિ આદિ દિવસે) ૨૨. નિવિ કે આયંબિલમાં ઉઠતી વખતે તિવિહારનું પચ્ચખાણ કરવું. ૨૩. વાપર્યા (નિવિકે આયંબિલ વખતે) બાદ, સ્વસ્થાને આવીને ઇરિયાવહિયાપૂર્વક જગચિંતામણિ'નું ચૈત્યવંદન સ્થાપનાજી ખોલીને કરવું. પેજ નં. ૩૩ મુજબ. ૨૪. સાંજે ચાર વાગ્યે મૌનપૂર્વક પડિલેહણ કરવું. પેજ નં. ૩૩ મુજબ. પાણી વાપરવું હોય તેણે મુષ્ટિસહિયંનું, ન વાપરવું હોય તેણે પાણહારનું, અને ચઉવિહાર ઉપવાસવાળાએ સૂરે ઉગ્ગએ ચઉવિહારનું પચ્ચકખાણ ગુરુમ. પાસે કરવું. મુક્રિસહિયં પચ્ચખાણવાળાએ વિધિપૂર્વક પચ્ચકખાણ પારીને ઘડો-ગ્લાસગરણાનું પડિલેહણ કરી પાણી ગાળીને વાપરવું અને પાણી ચૂકાવ્યા પછી સાંજનું દેવવંદન કરવું. દેવ વાંધા બાદ પાણી ન વપરાય. ૨૫. દરેકે સાંજની ક્રિયા કર્યા પહેલા, વસ્તી તથા માત્રા-ઠલ્લાની પરઠવવાની ભૂમિ જોવી. ત્યાં કીડી નગરા, જીવ-જંતુ વગેરે નથી ને, તે જોવું. ૨૬. સાંજની ક્રિયા ગુરુ મ. પાસે કરવી. શ્રાવિકાઓએ સાંજે ફરીથી ગુરુ મ. પાસે પડિલેહણના આદેશ માંગી, સાંજની ક્રિયા કરવી તથા દેવસી મુહપત્તિ પડિલેહવી. શ્રાવકે પડિલેહણના આદેશ ગુરુ મ. પાસે માંગેલ હોવાથી અને ૫૧

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64