Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 62
________________ (૧) ઊંચો શ્વાસ લેવાથી, (૨) નીચો શ્વાસ મૂકવાથી (૩) ઉધરસ-ખાંસી આવવાથી (૪) છીંક આવવાથી (૫) બગાસુ આવવાથી (૬) ઓડકાર આવવાથી (૭) વાછુટ થવાથી (૮) ચક્કર (ભમરી) આવવાથી (૯) પિત્તના ઉછાળાથી (૧૦) સૂક્ષ્મ અંગ ચાલવાથી (૧૧) સૂમ ગળફો આવવાથી (૧૨) સૂક્ષ્મ દૃષ્ટિ ચાલવાથી (કાઉસ્સગ ન ભાંગે). બાકીના ચાર આગાર નીચે પ્રમાણે છે. (૧૩) અગ્નિનો ઉપદ્રવ થાય અથવા દીવાનો પ્રકાશ પડે ત્યારે બીજે જવું પડે તો (૧૪) ઉંદર આદિ જીવનું છેદનભેદન થતું હોય તો (૧૫) રાજા કે ચોર આદિનો ઉપદ્રવ થાય તો (૧૬) ધર્મની હાનિ થતી હોય કે સર્પ આદિ ઝેરી જીવો ડંખ દેવા આવે તો ઇત્યાદિ કારણે બીજે જઈ કાઉસ્સગ્ન કરે તો કાઉસ્સગ્રનો ભંગ ન થાય. (૩) કાઉસ્સગ્નના ૧૯ દોષો (૧) ઘોડાની જેમ પગ ઊંચો રાખે. (ર) શરીરને લતાની જેમ ધુણાવે. (૩) ભીંતને ટેકો દે. (૪) માળ અથવા મેડીને માથુ અડાડે. (૫) બે પગ ભેગા રાખે. (૬) બે પગ પહોળા રાખે. (૭) હાથને ગુહ્ય સ્થાને રાખે. (૮) રજોહરણ (ચરવળો) અવળો રાખે. (૯) શરમથી મોટું નીચું રાખે. (૧૦) અજ્ઞાનથી લજ્જાથી હૃદયને ઢાંકે. (૧૧) શીતાદિકને કારણે ખભા વગેરેને ઢાંકે. (૧૨) આંગળીઓના વેઢા ગણીને કાઉસ્સગ્ન કરે. (૧૩) નેત્રને જેમ-તેમ ફેરવ્યા કરે. (૧૪) કપડાંને સંકોચી રાખે. (૧૫) મસ્તક ધુણાવે. (૧૬) હુંકારા કરે, બડબડ કરે. (૧૭) આમ-તેમ જુએ. (૧૮) પ્રમાણ રહિત ચોલપટ્ટો (વસ્ત્ર) રાખે. (૧૯) ડાંગ આદિના ભયથી શરીરને ઢાંકે. એ દોષો કાઉસ્સગ્નમાં તજવા. શ્રાવક અને સાધુને બધા દોષો હોય, તેમાંથી શીતાદિકનો, ચોલપટ્ટાનો તથા હૃદયનો એ ત્રણ દોષ સાધ્વીજીને ન હોય અને વધૂ દોષ સહિત ચાર દોષ શ્રાવિકાને ન લાગે. કાઉસ્સગ્નમાં ઉપરોક્ત દોષ ન લાગે તેમ મનની સ્થિરતાથી કાઉસ્સગ્ન કરવો. I શિવમસ્તુ સર્વ જગતઃ | ૫૪

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64