________________
भाणा परिधापन विधि
ન
ઉપધાન વિધિ વિગેરેમાં બતાવેલા શુભ મુર્હુતે ઉપધાન વહન કરેલા શ્રાવક શ્રાવિકાઓ ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરી ગુરુમહારાજ પાસે આવે. ત્યાં નંદી મંડાવવામાં આવે. ઉપધાન વાહક પોસહમાં ન હોય તો શ્રીફળ લઈ નંદીને ત્રણ પ્રદક્ષિણા આપે. પછી મુહપત્તિ, ચરવળો ગ્રહણ કરી ખમાસમણા દઈ ઇરિયાવહી પડિક્કમી, મુહપત્તિ પડિલેહી, નંદીની ક્રિયા કરી સમુદ્દેસને લગતી ક્રિયા કરે. ત્યાર પછી અનુજ્ઞાને લગતી ક્રિયા કરે. આ ક્રિયા છ ઉપધાન માટે ભેળી થાય છે. પછી ગુરુમહારાજ માળા અભિમંત્રિત વાસવડે પ્રતિષ્ઠા કરે. અને ત્યાર પછી ગુરુ મહારાજ માળ પહેરાવનાર બંધુ પુત્રાદિક જે હોય તેને બ્રહ્મચર્યાદિકનો યથાશક્તિ નિયમ કરાવી માળા તેના હાથમાં આપે એટલે તેઓ માળાને વંદન કરી પોતાના ને (માળ પહેરનારના) કપાળમાં તિલક કરી ત્રણ અથવા સાત નવકાર ગણીને માળા પહેરાવે. ત્યારપછી માળા સહિત નંદીને ત્રણ પ્રદક્ષિણા ચારે બાજુ નવકાર ગણી મિચ્છામિ દુક્કડં દેવે.
ઇતિ માળારોપણ વિધિ.
માળારોપણનું કાર્ય થઈ રહ્યા પછી શિષ્ય ગુરુમહારાજને ખમાસમણ દઇ હિતશિક્ષા દેવાની માંગણી-પ્રાર્થના કરે. એટલે ગુરુમહારાજ દેશના આપે તે આ પ્રમાણે....
“પ્રકાશક એવું જ્ઞાન, આત્માને શુદ્ધ કરનાર તપ અને ગુપ્તિ ધારક સંયમ એ ત્રણને સંયોગ થવો તેને જિનશાસનને વિષે મોક્ષ કહ્યો છે.’’
મુક્તિરૂપિ કન્યાની વરમાળા જેવી, સુકૃત જે પુણ્ય તે રૂપ જળનું આકર્ષણ કરવામાં ઘડિયાળ-રેંટ જેવી અને સાક્ષાત ગુણોની માળા હોય તેવી આ માળા ધન્ય મનુષ્યો જ ધારણ કરે છે.
ગુરુમહારાજ આ પ્રમાણે ઉપદેશ આપે છે. ત્યારબાદ માળારોપણ કાર્યની સમાપ્તિ થાય છે. માળા પહેરનાર ઉપધાનવાહકોએ તે દિવસે ઉપવાસ અથવા આયંબિલ કરવો, અને રાત્રિએ પોસહ લેવો. માળા પહેરે તે વખતે વાજીંત્રો વગાડવા, ગીત ગવરાવવા, સ્વજન વર્ગે પહેરામણી માળ પહેરનારને કરવી, પ્રભાવના કરવી, યથાશક્તિ સ્વામિવાત્સલ્ય કરવું.
:
શ્રી ઉપધાન તપ કરનારને પછી દશ દિવસ સુધી અવશ્ય પાળવાના નિયમો ૧. રોજ ઓછામાં ઓછો એકાસણાંનો તપ કરવો.
૨.
રોજ ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો.
૪૫