Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 50
________________ એગો મે સાસઓ અપ્પા, નાણદંસણસંજુઓ, સેસા મે બાહિરા ભાવા, સર્વે સંજોગલફખણા ... સંજોગમૂલા જીવેણ, પત્તા દુખપરંપરા, તન્હા સંજોગ સંબંધ, સવ્વ તિવિહેણ વોસિરિઅં. ... • અરિહંતો મહદેવો, જાવજજીવ સુસાહુણો ગુણો, જિણપન્નત તત્ત ઇઅ સમ્મત મએ ગહિએ. ........ (આ ચૌદમી ગાથા ત્રણ વાર બોલી, સાત નવકાર ગણવા. • ખમિઆ ખમાવિઆ મઈ ખમહ. સવહ જીવનિકાય, સિદ્ધહ સાખ આલોયણહ, મુજઝહ વઈર ન ભાવ.. સવ્વ જીવા કમ્યવસ, ચઉદહ રાજ ભમંત, તે મે સવ ખમાવિઆ, મુઝવિ તેહ ખમંત.. • જં જં મહેણ બદ્ધ, જં જં વાએણ ભાસિઅ પાવું, જં જે કાએણ કર્ય, મિચ્છા મિ દુક્કડ તસ્સ......... (૧૭) અષ્ટપ્રવચન માતાનું સ્વરૂપ જૈન ધર્મ અહિંસા પ્રધાન અને જીવદયામૂલક છે. જેના મૂળમાં જીવદયા રહેલી હોય તેને ધર્મ કહેવાય. ઉપધાન દરમ્યાન આરાધકોએ જીવદયાનું પાલન કરવાનું હોય છે. તે માટે જ્ઞાની ભગવંતોએ અષ્ટપ્રવચન માતા બતાવી છે. જેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો સમાવેશ થાય છે.એ આત્માને સાવધ પ્રવૃતિમાંથી ઉગારી સંવરમાર્ગમાં સ્થિર કરે છે. ૧) ઇસમિતિ ચાલવાનો વિવેક - હિંમેશા નીચે જોઈને સાડા ત્રણ હાથ જેટલી ભૂમિમાં દષ્ટિ રાખીને જયણાપૂર્વક ચાલવું તેને ઇર્યાસમિતિ કહેવાય. ઉતાવળથી નીચે જોયા વગર ચાલવાનું ટાળવું. ચાલતી વખતે રસ્તામાં કીડી વગેરે કોઈપણ નાના કે મોટા જીવજંતુ પગ નીચે ન આવી જાય તેની કાળજી રાખવી. રાત્રે ચાલતી વખતે દંડાસણનો ઉપયોગ કરવો. ૨) ભાષા સમિતિઃ બોલવાનો વિવેક. જ્યારે જરૂર પડે ત્યારે બોલવું. જ્યારે બોલીએ ત્યારે હંમેશા મુહપત્તિના ઉપયોગ પૂર્વક જ બોલવું. એટલે મોઢા આગળ મુહપત્તિ રાખીને બોલવું. ૩) એષણા સમિતિઃ ખાવાપીવાનો વિવેક - જેટલું જરૂર હોય તે મુજબ વાપરવું. ખાતી વખતે ઢોળવું નહિં. એઠું છાંડવું નહિં. ખાતાં ખાતાં બોલવું નહિં. જરૂર પડે તો પાણી પીને પછી બોલવું. વાપર્યા પછી થાળી ધોઈને પીવી અને થાળી ૪૨

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64