Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 31
________________ * છાપા-ટી.વી., ટેપને ભૂલાવે તેવાં સશાસ્ત્રોનું શ્રવણ, * દુકાનની ગાદીને ભૂલાવે તેવી જગગુરુની ગોદ, * નોટોની થપ્પીને ભૂલાવે તેવો નવકારનો જપ, પૌષઘકારી શ્રાવકો! તમે અત્યારે પૌષધમાં છો. પૌષધ ધર્મપોષક પ્રવૃત્તિથી થાય છે. માટે તમારાથી ધર્મ સિવાયની કોઈપણ પ્રવૃતિ ન થઈ જાય તેની કાળજી રાખજો! તમારે અત્યારે ૪૭ દિવસનું સામાયિક છે. સામાયિક, મન-વચન-કાયાની અનુચિત પ્રવૃતિનો ત્યાગ કરવાથી થાય છે. માટે પ્રત્યેક ક્ષણે વિચારજો કે મારા મન-વચનકાયાથી કોઈ અનુચિત પ્રવૃતિ થતી નથી ને? ઉપધાન તપમાં નવકારની આરાધના, તપની સાધના અને દેવ-ગુરુની ઉપાસના થાય છે. નવકારનો જાપ દોષોનો નાશ, ગુણોનો વિકાસ અને આત્મામાં પ્રકાશ કરે છે. ઉપધાન તપથી સ્વભાવનું સર્જન, વિભાવનું વિર્સજન આત્મસમૃદ્ધિનું સર્જન કરો. પંચપરમેષ્ઠિને કરેલ નમસ્કાર અહંભાવને ઓગાળી અહોભાવ તરફ લઈ જાય છે. નિત્ય ત્રિપદીને ધ્યાનમાં રાખો નવકારનો જપ, ઉપધાનનો તપ, સમતાનો ખપ. મોહરૂપી સર્પના ઝેરને ઉતારવાનું અમોઘ સાધન એટલે પંચપરમેષ્ઠિનો જાપ. ઉપધાન એટલે છ - કાયાના જીવોને અભયદાન આપવાની સત્રશાળા. ઉપધાન એટલે સંયમ જીવનનું સેમ્પલ. ઉપધાન એટલે સંયમ જીવનની નેટ પ્રેકિટસ. ઉપધાન એટલે ચારિત્ર. ઉપધાન તપ એટલે જાતનો તિરસ્કાર, જગતનો સ્વીકાર અને જગત્પતિને નમસ્કાર. ઉપધાન એટલે મોહસબુટ સામેનો જંગ ઉપથાન તપ સમગ્ર શરીરને સાર્થક કરે છે ? સમગ્ર કાયા : સદ્અનુષ્ઠાનમાં પ્રવર્તી સાર્થક બને છે. : હિત-મિત-પ્રિય વાણી બોલી સાર્થકતા અનુભવે છે. : ગુણવાનોનાં ગુણોની સુવાસ લઈ ધન્ય બને છે. આંખ : દેવ-ગુરુનાં દર્શને તુષ્ટ થાય છે. કાન : સશાસ્ત્રોના શ્રવણથી સુખી બને છે. : આત્માની સુરક્ષા થવાથી હર્ષિત થાય છે. શ્રી ઉપધાન તપ અને આલોચના ૧ ધર્મની આરાધનામાં જાણતાં અજાણતાં થઈ ગયેલી ભૂલોને સરલ ભાવે જે રીતે ભૂલ થઈ હોય તે રીતે જણાવી પ્રાયશ્ચિત લેવું જોઈએ. અને તે લીધેલું પ્રાયશ્ચિત જીભ નાક હૃદય ૨ ૩

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64