________________
કરી આપવું જોઈએ. ૨ ભૂલ થયા પછી ભૂલી ન જવાય માટે તરત ભૂલ નોંધી લેવી.
આલોચના લેવાથી થતા અનુપમ લાભ ૧ જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન થાય છે.
ભાર એટલે બોજો દૂર મૂકવાથી જેમ ભાર-વાહકનો ભાર ઓછો થાય છે, તેમ
શલ્યરહિત થવાથી, પાપ ઉધ્ધરવાથી આલોચના લેનાર હળવો થાય છે. ૩ પાપ દૂર થવાથી પ્રમોદ એટલે આનંદ થાય છે. ૪ પોતાના અને પરના દોષની નિવૃતિ થાય છે. પોતે આલોચના લે એટલે પોતાના
દોષથી નિવૃત થાય અને તેને આલોચના લેતો જોઈ બીજા પણ આલોચના લેવા
ઉજમાળ થાય છે. અને તેથી તેઓ પણ દોષથી નિવૃત થાય છે. ૫ સરલ ભાવે આલોચના લેવાથી નિષ્કપટીપણું થાય છે. ૬ આલોચના લેવાથી દુષ્કરકારકતા પ્રાપ્ત થાય છે. આ કલિકાલમાં ગુણનું સેવન
જ દુષ્કર છે, માટે દોષોનું આલોચન અત્યંત દુષ્કર હોય એમાં આશ્ચર્ય શું? ૭ પ્રાયશ્ચિતથી શુદ્ધ બનેલો આરાધક દર્પણની જેમ નિર્મળ થાય છે. ૮ સંસારવર્ધક માયા શલ્યનો ઉદ્ધાર એટલે નાશ થાય છે. ૯ સ્ત્રીવેદ તથા નપુંસક વેદનો બંધ પડતો નથી. ૧૦ પૂર્વ બાંધેલા કર્મોની નિર્જરા થાય છે. ૧૧ તીવ્રતમ અધ્યવસાયથી કરેલું મોટું પાપ કર્મ, બાળ, સ્ત્રી અને સાધુહત્યાદિ
કર્મ, દેવદ્રવ્યાદિ ભક્ષણ કે બીજા મહાપાપ પણ સમ્યગૂ વિધિપૂર્વક પૂ. ગુરૂમહારાજે આપેલું પ્રાયશ્ચિત કરવાથી દઢપ્રહારી પ્રમુખની જેમ તે જ ભવે
નાશ પામે છે. ૧૨ જંબુદ્વીપના સઘળાપર્વતો સોનાના થઈ જાય કે સર્વરેતી રત્નરૂપ થઈ જાય અને
સાતેય ક્ષેત્રોમાં તેનું દાન કરી દેવાય તો પણ એક દિવસનું પાપ છૂટતું નથી અર્થાત્ તે દાનથી જે પાપ નાશ પામતું નથી, તે આલોચનાથી નાશ પામે છે..
આલોચક પુણ્યાત્માને સૂચના ૧ બાલકની જેમ સરલભાવે, માયામદથી રહિત થઈને સંવેગ રંગમાં ઝીલવાપૂર્વક,
ચિત્તને વૈરાગ્યની વાસિત કરીને, શલ્યરહિત પણે ગીતાર્થ ગુરૂ પાસે આલોચના
લેવી. ૨ પૂ.ગુરૂમહારાજે આપેલી આલોચના કોઈને કહેવી નહિ
ઉપધાન વ્રત એટલે સમતાની સાધના સમતાની સાધનામાં ડગલે ને પગલે ક્ષમાની જરૂર પડે છે. સમતાના સરોવરમાં
૨૪