Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 30
________________ બારી-બારણા ખોલ-બંધ કરતા ચરવળાથી કે દંડાસનથી ચારે બાજુના ખૂણાઓ બરાબર પૂંજવા-પ્રમાર્જવા. (ગરોળી વગેરે જીવો હોય તો નીકળી જાય-ચગદાય નહિં માટે) > પાટ, પાટલા, ટેબલ, ખુરસી વગેરે કોઈપણ વસ્તુ લેતા મુકતા ચરવળાથી વારંવાર - પૂજવાનો ઉપયોગ રાખવો. કિ વ્યાખ્યાન સાંભળતી વખતે નવકારવાળી ગણવી નહિં. થી સુવા-બેસવા-જમવા વગેરેમાં જગ્યાની પસંદગી જેવી ક્ષુલ્લક બાબતમાં સંઘર્ષ કરવો નહિં. મન બગાડવું નહિં. િ“હું અને મારૂ”, “આપણે ભલા ને આપણું કામ ભલું” આવી સ્વાર્થવૃત્તિ છોડી, બને એટલો પરાર્થ કરવો, આજુબાજુવાળાની સેવા-ભક્તિની તકો ઝડપી, દિલ દઈને સેવા કરવી. કિ બાળક હોય, માંદા હોય, વૃદ્ધ, અશક્ત હોય, એવાઓની સવિશેષ ભક્તિ વૈયાવચ્ચ કરવી, તેમનું બધી રીતે ધ્યાન રાખવું. ઠઠ્ઠામશ્કરી, હસાહસ કરવા નહિ, ગામગપાટા મારવા નહિં, પારકી પંચાત કરવી નહિં. વહિ ક્રિયા-વિધિથી અજાણ, નિમ્નરૂપે ક્રિયા કરનારાઓ પ્રત્યે ધૃણા તિરસ્કાર કે અસદ્ભાવ ઉભો કરવો નહિં. િઉપધાન એ એક નિયત તપ છે. તેથી કલ્યાણકનો તપ તેમાં આવી જાય (ગણાઈ જાય) (હીર પ્રશ્નોત્તર) ઉપધાનની વાંચના શ્રાવિકાઓ ઉભા ઉભા તથા શ્રાવકોચૈત્યવંદન મુદ્રામાં સાંભળે (હીરપ્રશ્ન) નિવિ કે આયંબિલ કર્યા બાદ “જગચિંતામણિથી જયવિયરાયનું” ચૈત્યવંદન કર્યા બાદ જ પાણી વાપરી શકાય. ઉ રાત્રિ પૌષધ ઉચ્ચર્યા પછી પાણી વાપરી શકાય નહિં. સાચું પણ ઉઘાડે મુખે બોલવું એ સાવદ્યભાષણ કહેવાય.” એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે. માટે બોલતા મુહપત્તિનો ઉપયોગરાખવો. ઉપધાન તપમાં શું જોવા મળે છે ? * માતાનું હેત ભુલાવે તેવું ગુરુમાતાનું હિત, * સ્વજનોના સ્નેહને ભૂલાવે તેવો સાધર્મિકોનો સંબંધ, * શરીરના સુખને ભૂલાવે તેવાં અનુષ્ઠાનોનો સંગ, : ૨ ૨

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64