Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 29
________________ િસંધ્યા સમયે માત્રુ પરઠવવાની જગ્યાનું નિરીક્ષણ બારીકાઈથી દરેકે કરવું. (ત્યાં કીડીના નગરા, જીવાતો, જીવ-જંતુ વગેરે નથી ને, એ જોઈ લેવું.) જે દિવસે ઉપધાનમાંથી નીકળવાનું થાય તે દિવસે એકાસણું અને રાત્રિ પૌષધ ફરજિયાત કરવાનો છે. ૨ માળ પહેરાવનારે પણ ઓછામાં ઓછું એકાસણું કરવાનું હોય છે. છે કારણ આવી પડે કે સંયોગો અનુકુળ ના હોય તો પ્રથમ અઢારીયું પૂર્ણ કરીને નિકળી શકાય. બાકીના ઉપધાન ૧૨ વર્ષમાં પૂર્ણ કરવા પડે. ૧૨ વર્ષ વીતી જાય તો કરેલું અઢારીયું લેખે ના ગણાય. ઉપવાસ, આયંબિલ કે નિવિ પુરિમુડઢ જ કરવાના હોય છે. ઉપવાસ અને આયંબિલનું પુરિમુઢ તપમાં ગણાતું નથી. નિવિનું પુરિમુડઢ તપમાં ગણાય. ૧ પુરિમુડઢ = બે આની તપ, ૮ પુરિમુડઢ= એક ઉપવાસ. છક સુદપ, ૮, ૧૪નેવદ ૮,૧૪નાનિવિ આવે તો તેના બદલે આયંબિલ કરવું પડે છે. ઉપધાન પ્રવેશ બાદ પહેલા ત્રણ દિવસ સુધી નવા વસ્ત્ર, ઉપકરણ વગેરે જરૂરી સામગ્રી ગ્રહણ કરી શકાય, પછી નહિં. કિ સવાર સાંજની ક્રિયા વખતે, પવેયણાની વિધિ વખતે, વાપર્યા પછીના ચૈત્યવંદન વખતે, વાંચના લેતી વખતે પચ્ચખાણ પારતી વખતે, ઉપધાન પ્રવેશ અને માળારોપણની ક્રિયા વખતે સ્થાપનાચાર્ય ખુલ્લા રાખવા જરૂરી છે. ઉપધાનમાંથી નીકળ્યા બાદ માળા પહેરવાની હોય તો આગલા દિવસે એકાસણું, માળના દિવસે ઉપવાસ અને માળ પછીના દિવસે એકાસણું કરવાનું હોય છે. ફ્રિ ઉપધાનમાં નિવિ કે આયંબિલમાં લીલોતરી, આખું કઠોળ, ખાખરા, પાપડ કે એવી કડકડ અવાજ થાય તેવી વસ્તુ, કાચી વિગઈ વગેરે કહ્યું નહિં. કે સ્ત્રીઓએ વાંચનાના દિવસે માથામાં તેલ નાખવું હોય તો નાંખી શકે (પાંચ તિથિએ વાંચના આવે તેમા અને છકીયા ચોકીયાની વાંચનામાં તેલ નંખાય નહિ. કિ દક્ષિણ દિશા (યમરાજની દિશા હોઈ) તરફ પગ કરીને સૂવું નહિં. ઉરિ ઉપયોગમાં આવતા તમામ સૂત્રો અર્થ સહિત બધા ગોખી લેવા. સુતી વખતે સંથારા ઉપર ઉત્તરપટ્ટો અવશ્ય પાથરવો, સુતા સંથારો ઉત્તરપટ્ટો સિવાય અધિક ઉપકરણ વાપરવુ નહિં. & આપણા નિમિત્તે સ્પેશ્યલ નવા આરંભ સમારંભમાં કરાવવા નહિ. “અહિં આવ - જા, લાઇટ-પંખા ચાલુ કર, બંધ કર, આ લાવ-તે લાવ” વગેરે આજ્ઞાપૂર્વકની સાવદ્ય ભાષા બોલવી નહિં. ૨ ૬

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64