Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 24
________________ ગમનાગમન કરતાં વાતો ન કરવી અને ધુંસરી પ્રમાણ ભૂમિ ઉપર દૃષ્ટિ સ્થાપીને ચાલવું. બોલવાની જરૂર પડે ત્યારે મુહપત્તિ મુખ પાસે રાખીને મંદસ્વરે, ગર્વરહિતપણે જરૂર જેટલું સત્ય અને હિતકર વચન જ બોલવું. એકાસણું (નિવિ, આયંબિલ)ના દિવસે નાના પ્રકારના અભિગ્રહો અને દ્રવ્ય સંકોચ આદિ કરવા દ્વારા રસલોલુપી બની ગયેલી રસના ઇન્દ્રિયને વશ કરવી. આસન, વસ્ત્ર અને ભોજન આદિ વસ્તુને ચક્ષુથી તપાસી પ્રમાજી યતનાપૂર્વક લેવી, મુકવી તથા પડિલેહણ કરતાં બોલવું નહિં. કફ, માત્રુ અને સ્પંડિલ આદિ પરઠવવા યોગ્ય વસ્તુ ત્રણ સ્થાવર જંતુરહિત નિર્દોષ ભૂમિ ઉપર યતનાપૂર્વક પરઠવવી. આ ઉપથાનથી થતા અમૂલ્ય લાભો શ્રી જિનાજ્ઞા પાલનનો મહાલાભ પ્રાપ્ત થાય છે. ૨. સતત તપ વડે ચીકણાં કર્મોનું શોષણ થાય છે. ૩. નાશવંત શરીરમાંથી અમૂલ્ય સાર ગ્રહણ થાય છે. ૪. શ્રતની ભક્તિ અને આરાધનાનો લાભ મળે છે. પૌષધમાં રમવાથી સાધુપણાની તુલના થાય છે. ઈન્દ્રિયો અને કષાયોનું દમન થાય છે. આખો દિવસ સંવરની ક્રિયામાં જ પસાર થાય છે. દેવવંદનની ક્રિયા વડે દેવભક્તિ અને ગુરૂવંદનની ક્રિયા વડે ગુરુભક્તિ થાય છે. ૯. અભક્ષ્યના ભક્ષણનો, અપેયના પાનનો અને રાત્રીભોજન આદિનો ત્યાગ થાય છે. ૧૦. સર્વ પાપ વ્યાપારોનો, શરીરની શુશ્રુષાનો અને અબ્રહ્મનો ત્યાગ થાય છે. ૧૧. એક લાખ શ્રી નવકાર મંત્રનો જાપ. ૧૨. બારસો બૃહત ગુરૂવંદન. ૧૩. આઠ હજાર લોગસ્સ, નવ હજાર ખમાસમણાં, દોઢ હજાર શક્રસ્તવ સ્તુતિનો પાઠ. ૧૪. છસો નાના મોટા દેવવંદન. ૧૫. ૪૭ દિવસ સુધી વિરતિ, ૧૬. નવકારવાળી સ્વરૂપ સ્વાધ્યાય દ્વારા જ્ઞાનાચારનું, દેવવંદનાદિ દ્વારા દર્શના ૧ ૬

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64