Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 23
________________ આંગળાને વાંકા કરી ટાંચકા ફોડે (૯) પ્રમાર્જન કર્યા વગર શરીરને ખણે (૧૦) દેહનો મેલ ઉતારે (૧૧) શરીરને ચંપાવાની ઇચ્છા કરે. (૧૨) નિદ્રા વગેરેનું સેવન કરે. *દશ વચનના દોષ ઃ (૧) સામાયિકમાં અપશબ્દ (ગાળ) બોલે. (૨) સહસાત્કારે ન બોલવાનું બોલી જાય. (૩) સાવદ્ય કામની આજ્ઞા આપે. (૪) મરજીમાં આવે તેમ બોલે (૫) સૂત્રના આલાવાનો સંક્ષેપ કરીને બોલે (૬) વચનથી કલહ કરે. (૭) વિકથા કરે. (૮) વચન દ્વારા હાસ્ય કરે. (૯) ઉઘાડે મુખે બોલે. (૧૦) અવિરત લોકોને, આવો-જાઓ, એમ કહે. * દશ મનના દોષ : (૧) વિવેક વગરના મન વડે સામાયિક કરે. (૨) યશ કીર્તિની ઇચ્છા રાખે. (૩) દાન, ભોજન અને વસ્ત્રાદિકની અભિલાષા રાખે. (૪) મનમાં ગર્વ ધરે.(૫) પરાભવ થતો જોઈ નિયાણુ ચિંતવે. (૬) આજીવિકાદિનાં ભયથી મનમાં બીવે. (૭) ધર્મના ફળનો સંદેહ રાખે. (૮) રૌદ્ર ચિંતવનથી અને માત્ર લોકરીતિથી કાલમાન પૂર્ણ કરે. (૯) આ સામાયિક રૂપ કારાગાર (બંદીખાના)માંથી ક્યારે છૂટીશ એવો વિચાર કરે. (૧૦) સ્થાપનાથી કે ગુરુને અંધકાર વિગેરેમાં રાખે. મન વડે લક્ષ્ય કર્યા વગર ઉદ્ધૃતપણાથી અથવા શૂન્ય મનથી સામાયિક કરે. * પૌષધના અઢાર દોષ : ઉપધાન એટલે ૪૭, (૩૫), (૨૭) દિવસના પૌષધ. ઉપધાનની આરાધના કરનારાઓએ પૌષધના અઢાર દોષ ટાળવાના હોય છે. તે નીચે મુજબ છે ઃ (૧) પૌષધમાં વ્રત વિનાના બીજા શ્રાવકોનું પાણી પીવું, (૨) પૌષધમાં સરસ આહાર લેવો. (૩) ઉત્તરપારણામાં વિવિધ પ્રકારની સામગ્રી મેળવવી. (૪) પૌષધમાં કે પૌષધ નિમિત્તે આગળના દિવસે દેહવિભૂષા કરવી. (૫) પૌષધ નિમિત્તે વસ્ત્રો ધોવડાવવાં. (૬) પૌષધ નિમિત્તે આભૂષણ ઘડાવવા કે પૌષધમાં આભૂષણ પહેરવાં. (૭) પૌષધ નિમિત્તે વસ્ત્ર રંગાવવા. (૮) પૌષધમાં શરીર પરથી મેલ ઉતારવો. (૯) પૌષધમાં અકાળે શયન કરવું કે નિદ્રા લેવી. (રાત્રિના બીજા પ્રહરે સંથારા પોરિસિ ભણાવીને જરૂર હોય તો નિદ્રા લઈ શકાય). (૧૦) પૌષધમાં સારી કે નઠારી સ્ત્રી સંબંધી કથા કરવી. (૧૧) પૌષધમાં આહારને સારો નરસો કહેવો. (૧૨) પૌષધમાં સારી કે નરસી રાજકથા કે યુદ્ધકથા કરવી. (૧૩) પૌષધમાં દેશકથા કરવી. (૧૪) કે પૌષધમાં પૂંજ્યા પ્રમાર્ષ્યા વિનાની જગ્યામાં લઘુનીતિ કે વડીનીતિ કરવી. (૧૫) પૌષધમાં કોઈની નિંદા કરવી. (૧૬) પૌષધમાં માતા-પિતા, પુત્ર, ભાઈ-બહેન, સ્ત્રી વગેરે કે જેઓ પૌષધમાં ન હોય, તેમની સાથે વાર્તાલાપ કરવો. (૧૭) પૌષધમાં ચોર સંબંધી વાર્તા કરવી. (૧૮) પૌષધમાં સ્ત્રીના અંગોપાંગ જોવા. ઉપધાન કરનાર પુણ્યાત્માઓને સૂચના ૧. આંખની પાંપણના હલનચલન સિવાયની કોઈપણ ક્રિયા ગુરુમહારાજને પૂછ્યા સિવાય કરવી નહીં. ૧૫

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64