________________
આટલો વિચાર કર્યો પછી તપનું પ્રમાણ ઘટાડતા જવાનું છે. તેમાં પોતે જેટલો તપ વધુમાં વધુ કર્યો હોય અથવા વધુમાં વધુ જેટલો તપ કરવાની શક્તિ હોય, તેટલા તપ સુધી “ભાવના છે પણ શક્તિ નથી, પરિણામ નથી' એ પ્રમાણે વિચારવાનું છે અને જેટલો તપ કર્યો હોય અગર કરવાની શક્તિ હોય તેટલા તપથી એમ વિચારવાનું છે કે – “ભાવના છે, શક્તિ છે, પણ પરિણામ નથી. અને જેટલો તપ કરવાનો નિર્ણય હોય તેટલા તપ સુધી એ પ્રમાણે વિચાર્યા બાદ એમ વિચારવાનું છે કે – ભાવના છે, શક્તિ પણ છે અને પરિણામ પણ છે. આવો વિચાર કરીને, પોતે કરવા ધારેલા તપ કરવાનો નિર્ણય કરવા સાથે કાઉસ્સગ પૂર્ણ કરવાનો છે.
એ મુજબ છ મહિનાનો તપ, છ મહિનામાં એક દિવસ ઉણો તપ, છ મહિનામાં બે દિવસ ઉણો તપ, છ મહિનામાં ર૯દિવસ ઓછો તપ સુધી આવીને પાંચ મહિનાનો તપ કરવાનો વિચાર કરવો. એ રીતે એક માસના તપ સુધી આવીને તેમાંથી એક દિવસ ઘટાડીને વિચાર કરવો. તેમાં એક મહિનામાં ૧૪ દિવસ ઘટાડતા ૧૬ દિવસ બાકી રહે. એટલે એમ વિચાર કરવો કે ૩૪ ભક્તનો તપ કરીશ? આ પ્રમાણે વિચારવાનું કારણ એ છે કે ૧૬ ઉપવાસના ૩૪ ભક્ત, ૧૫ ઉપવાસના ૩ર ભક્ત, ૧૪ ઉપવાસના ૩૦ ભક્ત, ૧૩ ઉપવાસના ૨૮ ભક્ત અને એજ પ્રમાણે ૧ ઉપવાસના ૪ ભક્ત એવી સંજ્ઞા શાસ્ત્ર નક્કી કરેલી છે. જેટલા ઉપવાસ હોય તેને બે એ ગુણતાં જે સંખ્યા આવે તે સંખ્યામાં બે ઉમેરી દેવાથી ઉપવાસના ભક્તની સંખ્યા આવે. એ મુજબ વિચાર કરતા કરતાં ૪ ભક્ત સુધી આવ્યા પછી અને તે કરવાનો પણ પરિણામ ન હોય તો ક્રમશઃ આયંબિલનો, તે નહિ તો નિવિનો, તે નહિ તો એકાસણાનો અને તે ય નહિ તો બેસણાનો વિચાર કરવો. તે દિવસે તેમાંનું કાંઈ કરવું હોય તો તેની સાથે, નહિ તો તે વિના ક્રમશઃ અવનો, પુરિમન, સાટ પોરસીનો, પોરસીનો વિચાર કરવો, અને તે ય કરવાનો પરિણામ ન હોય તો છેવટે નવકારશીનો વિચાર કરીને ભાવના છે, શક્તિ પણ છે અને પરિણામ પણ છે. એનો નિર્ણય કરી કાઉસ્સગ્ગ પારવો.
અચાપાણીનો કાળ અષાઢ સુદી ૧પથી કાર્તિક સુદી ૧૪ સુધી ચુલાથી ઉતર્યા પછી ત્રણ પહોરનો. કાર્તિક સુદી ૧પથી ફાગણ સુદ ૧૪ સુધી ચાર પહોરનો. ફાગણ સુદી ૧પથી અષાઢ સુદી ૧૪ સુધી પાંચ પહોરનો. આ પ્રમાણેના કાળ પછી અચિત્તપાણી પાછું સચિત્ત ભાવને પામે છે. તેથી પોસહમાં વાચી લીધેલું પાણી કાળ ઉપરાંત રહેવા ન દેવું. કાળપૂર્ણ થવાના વખત અગાઉ અચિત્તપાણીની અંદર કળીચુનો નાંખવો. જેથી ૨૪
૧૩