________________
આપણી ધ્યાન સાધનાનો અનુભવ કરવો છે? જો હા, તો આજથી નિર્ણય કરી લો કે, એક નવકારનો ય કાયોત્સર્ગ મારે વિધિપૂર્વક જ કરવો છે. કાયોત્સર્ગ ઉભાં ઊભાં જ કરવાનો. ડાબા હાથમાં ચરવળો અને જમણાં હાથમાં મુહપત્તિ. બન્ને હોઠ એકબીજાને અડાડી રાખવાના. દાંત એકબીજાને અડાડ્યા વિના રાખવાના. જીભ નીચે કે ઉપર અડાડ્યા વિના સ્થિર રાખવાની. આંખો સ્થિર, ખુલ્લી અને પ્રભુ કે સ્થાપના તરફ જોતી અથવા બન્ને ભ્રમરની વચ્ચે કે નાકના ટેરવા પર. મેરુદંડ(કમ્મર) સીધો (ટટ્ટાર) રાખવાનો. હાથ-આંગળા કે હોઠને હલાવવા નહીં. ઉપયોગપૂર્વક આપેલ પદનું સ્મરણ કરવું.
ખમાસમણાં વખતે બોલવાનું પદ પ્રથમ અઢારીયું-પ્રથમ ઉપધાન - શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધાય નમો નમ: બીજું અઢારીયું-દ્વિતીય ઉપધાન - શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધાય નમો નમ: ચોકીયું-ચતુર્થ ઉપધાન - શ્રી ચૈત્યસ્તવ અધ્યયનાય નમો નમ: છકીયું-ષષ્ઠ ઉપધાન
- શ્રી શ્રુતસ્તવ સિદ્ધસ્તવ અધ્યયનાય નમો નમ: પાંત્રીશું-તૃતીય ઉપધાન - શ્રી શકસ્તવ અધ્યયનાય નમો નમઃ અટ્ટયાવીશું-પંચમ ઉપધાન - શ્રી નામસ્તવ અધ્યયનાય નમો નમ:
૧૦૦ ખમાસમણાં શા માટે ? જે સૂત્રનો તપ-જપ કરી અધિકાર પ્રાપ્ત કરવાનો હોય છે, તે સૂત્રનું બહુમાન કરવા માટે તે તે સૂત્રના નામસ્મરણપૂર્વક ખમાસમણા અપાય છે. આત્માના કૃતજ્ઞતા ગુણની પુષ્ટિ કરવા માટે આ વિધિ છે.
दिन भंघिरे हर्शन रवा श्वानी विधि પોસહ લીધા પછી જિન મંદિરે દર્શન કરવા જરૂર જવું જોઈએ, ન જાય તો આલોચના આવે. ડાબે ખભે કટાસણું નાખી, ઉત્તરાસંગ કરી, ચરવળો ડાબી કાખમાં અને મુહપત્તિ જમણા હાથમાં રાખી, ઈર્ષા સમિતિ શોધતાં મુખ્ય જિન મંદિરે જવું. ત્યાં ત્રણ વાર
3
૧