Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 20
________________ નિસિહી કહીને દેરાસરના આદ્ય દ્વારમાં પ્રવેશ કરવો. પ્રથમ મૂળનાયકની સન્મુખ જઈ દૂરથી પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા દેવી. પછી બીજીવારનિસીહી કહી રંગમંડપમાં પ્રવેશ કરી દર્શન સ્તુતિ કરીને નિસિહી કહી ખમાળ દઈ ઈરિયાવહી પડિક્કમવા. પછી ત્રણ ખમાસમણ દઈ ચૈત્યવંદન કરવું. પાછા જિન મંદિરમાંથી નીકળતાં ત્રણવાર આવસ્યહી કહી ઉપાશ્રયે આવવું. ત્યાં ત્રણ વાર નિસિહી કહીને પ્રવેશ કરવો. અને સો ડગલાં ઉપરાંત ગયા હોય તો ઇરિયાવહી પડિક્કમવા તથા ગમણાગમણે આલોવવા. માથે મળી નાખવાનો કાળ અષાઢ સુદી ૧પથી કાર્તિક સુદી ૧૪ સુધી સાંજે છ ઘડી દિવસ રહે ત્યાંથી સવારે છ ઘડી દિવસ ચડે ત્યાં સુધી. કાર્તિક સુદી ૧પથી ફાગણ સુદી-૧૪ સુધી સંધ્યાએ ચાર ઘડી દિવસ બાકી રહે ત્યાંથી સવારે ચાર ઘડી દિવસ ચડે ત્યાં સુધી અને ફાગણ સુદી ૧પથી અષાઢ સુદી ૧૪ સુધી બે ઘડી દિવસ બાકી રહે ત્યાંથી સવારના બે ઘડી દિવસ ચઢે ત્યાં સુધી. डोगो डेटली नवडारवाणी गशवानी પહેલા, બીજા, ચોથા અને છઠ્ઠા ઉપધાનવાળાએ ૨૦ બાંધી નવકારવાળી ગણવી અને ત્રીજા (બીજું) અને પાંચમા (ત્રીજું) ઉપધાનવાળાઓએ લોગસ્સની ત્રણ નવકારવાળી ગણવી. નવકારવાળી એક સ્થળે બેસીને એક ચિત્તે ઓછામાં ઓછી પાંચ સાથે ગણવી. ત્રીજા અને પાંચમા ઉપધાનવાળાને નવકારવાળીના બદલે જીવન વિચાર, નવતત્ત્વ, કર્મગ્રંથાદિ પ્રકરણોની બે હજાર ગાથાનો પાઠ પણ કરી શકાય છે. પ્રકરણાદિની ગાથાઓ ગણતાં પહેલાં ઇરિયાવહી કરવી. तप थिंतववाना हाउस्सगनी रीत સવારના પ્રતિક્રમણમાં તપચિંતવવાનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે. તપચિંતવવાની રીત નહિ આવડતી હોવાથી ઘણા ભાઈ-બહેનો ૧૬ નવકારનો કાઉસ્સગ્ન કરી લે છે; પણ તપ ચિત્તવવાની રીત ઘણી સહેલી છે અને તેના ચિન્તનમાં ૧૬ નવકારના કાઉસ્સગ્ગથી અધિક સમય જતો નથી. * તપ ચિત્તવવા માટે સૌ પ્રથમ પહેલો વિચાર એ કરવાનો છે કે “શ્રી મહાવીર ભગવાનના શાસનમાં ઉત્કૃષ્ટ તપ છ માસનો થઈ શકે છે. શ્રી મહાવીરદેવે એ તપ કર્યો હતો.” આવા વિચાર કરીને પોતે પોતાના આત્માને પૂછવું કે – “છ મહિનાના ઉપવાસનો તપ તું કરી શકીશ?' પછી પોતે જ જવાબ વિચારવો કે - “ભાવના છે પણ શક્તિ નથી, પરિણામ નથી.' ૧૨.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64