Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 12
________________ એનું નામ ઉપધાન કહેવાય છે. આ ઉપધાન કરવાનું વિધાન શ્રાવક શ્રાવિકા માટે છે. ઉપધાન કોણ કરાવી શકે ? જે સાધુ ભગવંતે ઓછામાં ઓછા શ્રી મહાનિશીથ (નંદી-અનુયોગ સાથે) સુધીના સૂત્રોના યોગોન્દ્વહન કર્યા હોય તે જ ક્રિયા કરાવી શકે. વધુમાં એઓ-૧ શાસ્ત્રના જ્ઞાતા, ૨-ક્રિયામાં તત્પર, ૩-વિધિ રહસ્યના મર્મજ્ઞ અને ૪-સચ્ચારિત્ર પાત્ર હોય તેવા સાધુ ભગવંત આ માટે યોગ્ય ગણાય. શ્રી અરિહંત ભગવંતોએ પ્રરૂપેલા એકમાત્ર મોક્ષમાર્ગના જ ઉપદેશક એવા સુસાધુઓ સદ્ગુરુની કોટીમાં આવે છે. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ ન બોલાઈ જાય એની કાળજી રાખનાર હોય છે. એવા સદ્ગુરુઓ પાસેથી જ વિધિ મુજબ સૂત્રાર્થને ગ્રહણ કરવા જોઈએ. શ્રી ઉપધાન તપના આરાધકો માટે જરૂરી સૂચનો * આપને જે ઉપધાન કરવાનાં હોય તેની સંપૂર્ણ વિધિ, તેનું મહત્ત્વ ગુરુગમથી જાણી લેવુ. ક્રિયાઓમાં આવતી મુદ્રાઓનો અભ્યાસ કરી લેવો. આવશ્યક ક્રિયાના સૂત્રો કંઠસ્થ કરી લેવા. તપનો તેમજ પૌષધનો અભ્યાસ અગાઉથી જ કરી લેવો. * ૧૦ વર્ષથી ઉપરની બહેનોએ સાડી અથવા ઓઢણી પહેરવી આવશ્યક છે. * દરેક ભાઈઓએ ધોતીયું અને ખેસ પહેરવા ઉચિત છે, સીવેલા વસ્ત્ર ચાલે નહિ. * પૌષધમાં શરીર પર અલંકારો તેમજ ઘડિયાળ વગેરે પહેરી શકાશે નહિ. બહેનોએ સૌભાગ્ય ચિન્હ સિવાય ઘરેણાં પહેરી શકાશે નહિ. * નવકારવાળી, સાપડો તથા અભ્યાસ માટે જરૂરી પુસ્તક સાથે લાવશો. * ઉપધાનમાં પ્રવેશ કરવાના દિવસે શ્રીફળ, અઢી કિલો ચોખા, કટાસણું, ચરવળો, મુહપત્તિ, પુરુષોએ સુતરનો કંદોરો અને ખેસ પણ લાવવો. * ઉપધાન તપનો નકરો (૧) પહેલા ઉપધાનવાળાએ રૂા. ૧૨.૦૦ (૨) પાંત્રીસા . વાળાએ રૂા. ૧૦.૦૦ (૩) અઠ્ઠાવીશાવાળાએ રૂા. ૮.૦૦ ભરવાના હોય છે. * ઉપધાનમાં પ્રવેશ કર્યા બાદ જરૂર પડ્યે માત્ર પહેલા ત્રણ દિવસ સુધીમાં જ નવું વસ્ત્ર અગર ઉપકરણ લઈ શકાય છે. તે પછી લઈ શકાશે નહિ. ઠંડી આદિ કારણે જરૂર પડ્યે ઓઢવાનું એકાદ સાધન વધુ રાખી શકાય. પણ અકારણ વધારે વસ્ત્રાદિ રાખવા નહિ. વળી રોજ બે વાર બધા જ વસ્ત્રાદિ ઉપકરણોનું પડિલેહણ કરવાનું હોય છે. ૪

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64