Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 13
________________ * વાચનાના દિવસે સ્ત્રીઓ માથામાં તેલ નાંખી શકે છે, પણ કાંસકો કે અન્ય સાધનોથી માથું ઓળી શકાતું નથી. પુરુષોથી માથામાં તેલ નાખી શકાય નહિ. * ઉપધાનમાંથી નીકળે તે દિવસે એકાસણું ને રાત્રિ પૌષધ અવશ્ય કરવો જોઈએ. * માળાને દિવસે ચતુર્થભક્ત ઉપવાસ કરવો અને રાત્રિપૌષધ કરવો જોઈએ. ઉપધાન પૂર્ણ થયા પછી દસ દિવસ સુધી ફરજિયાત એકાસણા કરવા. આવશ્યક ઉપકરણો શ્રાવક: ૨ સફેદ કટાસણા, ૨ મુહપતિ, ૧ ચરવળો ગોળ દાંડીનો, ૧ નવકારવાળી સુતરની, ર ધોતિયાં, ૧ સુતરનો કંદોરો, રખેસ, ૧ ઠલ્લે-માતરે જતાં પહેરવા માટે ધોતિયું, ૧ સંથારિયું, ૧ ઉત્તર પટ્ટો, ૧ ગરમ કામળી, ૧ નાક સાફ કરવા માટે ઊનનો ટૂકડો, ૨ સુતરાઉ ટૂકડા, સીવેલા કપડા કોઈપણ લાવવા નહીં. શ્રાવિકા : ૨ કટાસણાં, ર મુહપત્તિ, ૧ ચરવળો ચોરસ દાંડીનો, ૧ નવકારવાળી સુતરની, ૧ સંથારિયું, ૧ ઉત્તરપટ્ટો, ૧ ગરમ કામળી, ૧ નાક સાફ કરવા માટે ઊનનો ટૂકડો, ર સાડલા, ૨ ઘાઘરા ચણિયા, ૨ કંચુઆ (કબજા), ૧ ઠલ્લે-માતરે જતાં પહેરવા માટે જરૂરી વસ્ત્ર, ૨ સુતરાઉ ટૂકડા. ઉપથાન સંબંધી વિશેષ હકીકતો ૧) જે જે સૂત્રોને માટે ઉપધાન વહન કરવામાં આવે છે તેનો ઉદ્દેશ ઉપધાન વહેતાં કરવામાં આવે છે ને સમુદેશ તથા અનુજ્ઞા બધા સૂત્રોની માળા પરિપાપન વખતે કરવામાં આવે છે. તેમાં ઉદ્દેશ તે સૂત્રાર્થ ગ્રહણ કરવાની યોગ્યતા, સમુદ્દેશ તેનું જ વિશેષપણું અને અનુજ્ઞા તે તે સૂત્રોની પઠન પાઠન કરવાની આજ્ઞા એમ સમજવું. ઉપધાન સંબંધી એકાશનમાં મુખ્ય વૃત્તિએ તો સરસ આહારનો નિષેધ છે, પરંતુ તપસ્યા વિશેષ હોવાથી શરીર શક્તિ નભાવવાને માટે તેવા પદાર્થો લેવામાં આવે છે. તોપણ તેમાં બને તેટલી ઓછાશ રાખવી ને આસક્તિ તજવી. ૩) ક્રિયા કરતાં સ્થાપનાચાર્ય ને ક્રિયાકારકની વચ્ચે મનુષ્ય તિર્યંચાદિની આડ પડવી ન જોઈએ. ૪) સમુદાયે પડિલેહણ કરીને કાજો ઉધ્ધર્યો હોય ત્યાર પછી એકાકી પડિલેહણ કરે તો તેણે પણ કાજો ઉદ્ધરવો જોઈએ અને ન ઉદ્ધરે તો દિવસ પડે. ૫) સાંજ સવારની પ્રવેદની ક્રિયામાં, સાંજના પડિલેહણમાં, સ્પંડિલ માગું કરવા,

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64