Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 14
________________ દેરાસર દર્શન કરવા અથવા સો કદમ ઉપરાંત કોઈ પણ કારણે જવું થાય તો ઈરિયાવહી પડિક્કમીને ગમણાગમણે આલોવવા જ જોઈએ. નંદી માંડવાની હકીકત શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં કહેલી છે. દરેક ઉપધાનના પ્રવેશ વખતે નાણ મંડાય છે. ઉપધાન તપ પૂર્ણ થયા પછીના પવેયણામાં પણ દિવસ પડે તો દિવસની વૃદ્ધિ થાય. ૮) પૌષધમાં પડિલેહણા કરી કાજો પરઠવી ઇરિયાવહી કરી ગમણાગમણે આલોવવા (પ્રાચીન સમાચારી) ઉપધાનમાં તમામ વિગઈ નિવિયાતી કરેલી જ વપરાય છે, કાચી વિગઈ વપરાતી નથી. ઘી વગેરે નિવીયતા કર્યા પછી જ ઉપયોગમાં લેવાય છે. છાશ વપરાતી નથી, દહીં પણ કઢી, શાક કે અન્ય પદાર્થોમાં નાંખીને વપરાય છે. પણ દહીં છૂટું વપરાતું નથી. લીલા શાકભાજી કે ફળ વપરાતા નથી. આખું કઠોળ વપરાતું નથી. અવાજ થાય એવી કડક ખાવાની વસ્તુઓ વપરાતી નથી આ સિવાય બીજી ઘણી હકીકતો તેના અનુભવથી જાણવા યોગ્ય છે. આમાં પ્રાધાન્યપણું શાસ્ત્રોક્ત મર્યાદા સાથે પ્રવૃત્તિનું છે. ૧૦) સુદ પાંચમ, બે આઠમ, બે ચઉદશ આ પાંચ તિથિએ નિવિ આવતી હોય તો તેના બદલે આયંબિલ કરાવવામાં આવે છે. ૧૧) માળા સંબંધી જે દ્રવ્ય ઉત્પન્ન થાય તે સર્વ દેવદ્રવ્ય જ જાણવું. ઉપથાનમાં આરાધકોએ કરવાની દેનિક ક્રિયા ૧) ઉભયટંક પ્રતિક્રમણ કરવું. સવારના પ્રતિક્રમણને અંતે (કલ્લાણ કંદની ચાર થોય, નમુત્થણે કહીને) અહોરાત્રનો પૌષધ લેવો. બે વખત વિધિપૂર્વક પડિલેહણ કરવું, પડિલેહણની શરૂઆતથી કાજો ન લેવાય ત્યાં સુધી બોલવું નહીં. ૪) શ્રાવિકાઓએ સવારે ગુરુમહારાજ પાસે ફરી પૌષધ તેમજ પડિલેહણના આદેશ માંગવા. પdયણું કરવું, રાઈ મુહપત્તિ પડિલેહવી. સવારે સૂર્યોદયથી બે કલાકને ચોવિશ મિનિટે પોરિસિ ભણાવવી. ક્રિયા કરવાના સ્થાનની ચોતરફ ૧૦૦ હાથ સુધી વસતિ જોઈ લેવી. તેમાં મનુષ્ય કે તિર્યંચનું શબ, તેના શરીરનું હાડકું લોહી વગેરે પડ્યું હોય તો તેને ૧૦૦ હાથ દૂર કરાવી વસતિ શુદ્ધ કરી લેવી. ૨).

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64