Book Title: Updhan Tap Dipika
Author(s): Pradipchandrasuri
Publisher: Prabhavatiben B Shah

View full book text
Previous | Next

Page 15
________________ જિનવાણીનું શ્રવણ અવશ્ય કરવું. ગુરુમહારાજે વાંચના આપવાના હોય ત્યારે અવશ્ય હાજર રહેવું. ૯) માળવાળાએ નવકારમંત્રની ૨૦ બાંધી નવકારવાળી ગણવી. પાંત્રીશા, અઠ્ઠાવીશાવાળાએ લોગસ્સની ૩ નવકારવાળી ગણવી અથવા ૨૦૦૦ ગાથાનો સ્વાધ્યાય કરવો. ૧૦) ત્રિકાળ દેવવંદન કરવું. પ્રભુ સમક્ષ આઠ સ્તુતિપૂર્વક દેવવાંદવા. ૧૧) સો લોગસ્સનો “સાગર વર ગંભીરા’ સુધી કાઉસ્સગ્ન કરવો. ૧૨) દરરોજ પોતાના ઉપધાનના નામપૂર્વક ૧૦૦ ખમાસમણા વિધિપૂર્વક દેવાં. ૧૩) પચ્ચકખાણ પારવું હોય ત્યારે સ્થાપનાજી ખોલીને વિધિપૂર્વક પારવું. ૧૪) નિવિ કે આયંબિલના દિવસે થાળી, વાટકા, પાટલા, માટલા આદિ પૂંજીને “જયણા મંગલ' બોલવાપૂર્વક કાજો આદિ લઈને પછી બેસવાનું અને મૌનપૂર્વક વાપરવું. ૧૫) નિવી આયંબિલ કર્યા પછી “ઇરિયાવહિયા” પૂર્વક “જગચિંતામણિ'નું ચૈત્યવંદન કરવું. ૧૬) સાંજે ગુરુમહારાજ પાસે પડિલેહણના આદેશ માંગવા, ક્રિયા કરવી, બહેનોએ દેવસિ મુહપત્તિ પડિલેહવી. ૧૭) કામળી કાળ વખતે જરૂર પડે ત્યારે ઉઘાડામાં કામળી ઓઢી જવું. ૧૮) સાંજે પ્રતિક્રમણ કરતાં પૂર્વે માંડલાં કરવા. ૧૯) સૂર્યાસ્ત પછી એક પ્રહરે સંથારા પોરિસિ ભણાવવી. ૨૦) રાત્રે દંડાસણનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. રાત્રે પૂંજી-પ્રમાઈ સંથારો ઉત્તરપટ્ટો પાથરી શયન કરવું. ૨૧) કાનમાં રૂના કુંડલ નાખવા. ૨૨) અષ્ટપ્રવચન માતાનું નિરંતર પાલન કરવું. निवि आयंबिलना हिवस अंगे ૧. જયણામંગલ' બોલવાપૂર્વક ભોજનખંડમાં પેસવું પછી કાજો આદિ લઈને, થાળી-વાટકા આદિ પૂંજીને પછી બેસવાનું. ૨. વાપરતા બોલવું નહીં, જરૂર પડ્યે પાણીથી મુખ સાફ કર્યા પછી જ બોલવું. શક્ય બને ત્યાં સુધી ઈશારાથી જ સમજાવવું. ૩. થાળી ધોઈને જ પીવી. એઠું મુકવાથી કે થાળી ધોયા વગર ઉઠે તો તેઓને વધારે દિવસ કરી આપવા પડે. ૪. વાપરવા જતી વખતે ચાલુ કપડા બદલી માતરિયા કપડાં પહેરવાં.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64