________________
ઉપઘાનમાં નીચેના કારણોએ દિવસ પડે છે ૧. નિવિ કે આયંબિલ કરીને ઉક્યા પછી અને ઉપવાસમાં કોઈ પણ વખતે ઊલટી
થાય અને તેમાંથી અનાજનો દાણો નીકળે તો. ૨. અન્ન એઠું મૂકવામાં આવે તો. ૩. સચિત્ત, કાચી વિગઈ અગર લીલોતરી ખાવામાં આવે તો. ૪. પચ્ચખાણ પારવું ભૂલી જાય તો. ૫. વાપર્યા પછી ચૈત્યવંદન કરવું રહી જાય તો. ૬. દહેરાસરનું દેવવંદન ભૂલી જાય તો. ૭. દેવવાંદવા ભૂલી જાય તો. ૮. સાંજની ક્રિયા પછી અને સવારની ક્રિયા કર્યા પહેલાં સ્પંડિલ જવું પડે તો." ૯. સવારે તેમજ રાત્રે પોરિસી ભણાવવી રહી જાય તો. ૧૦. મુહપત્તિ-ચરવળા વગર સો ડગલા અગર તેથી વધુ આગળ જાય તો. ૧૧. મુહપત્તિ અગર બીજું ઉપકરણ ખોઈ નાખે તો. ૧૨. શ્રાવિકાઓને ઋતુ સમયે ત્રણ દિવસ. ૧૩. માખી, માંકડ, જૂ વગેરે ત્રસ જીવો પોતાના હાથે મરી જાય તો. ૧૪. મુટ્ટસી પચ્ચકખાણ પારવું ભૂલે તો. ઉપર મુજબ થાય તો દિવસ પડે એટલે તપ
લેખે લાગે પણ પૌષધ જાય; એટલે કે એટલા ઉપવાસ સહિત પૌષધ પાછળથી
કરવા પડે. ઉપધાનમાં નીચેના કારણોએ આલોચના આવે છે ૧. પડિલેહણ કર્યા વિનાનું વસ્ત્ર વાપરે તો. ૨. મુહપત્તિ અને ચરવળાની આડ પડે તો. ૩. મોઢામાંથી કણીયો નીકળે તો. ૪. કપડામાંથી કે શરીર ઉપરથી જૂ નીકળે તો. પ. નવકારવાળી ગણતાં પડી જાય, અગર ખોવાઈ જાય તો. ૬. ' રૂનાં પૂમડાં રાત્રે કાનમાં ન નાંખે અથવા ખોઈ નાંખે તો. ૭. પડિલેહણ કરતાં, નવકારવાળી ગણતાં અને ખાતાં બોલે તો. ૮. સ્થાપનાચાર્યજી પડી જાય તો. ૯. કાજામાંથી જીવનું ક્લેવર અગર સચિત્ત બીજાદિ નીકળે તો. ૧૦. પુરુષને સ્ત્રીનો અને સ્ત્રીને પુરુષનો સંઘટ્ટો થાય તો, અથવા તિર્યંચનો તેમજ