________________
સમ્મતિતર્કમાં કહ્યું છે કે ...
जो हेउवायपक्खंमि हेउओ, आगमे य आगमिओ।
सो ससमयपन्नवगो सिद्धांतविराहओ अन्नो ॥३-४५॥ -તર્કથી સિદ્ધ થનારા પદાર્થને તર્કથી તથા આગમથી સિદ્ધ થનારા પદાર્થને આગમથી સિદ્ધ કરે તે જૈનશાસનના પ્રરૂપક છે. તેનાથી ઉલટું કરનારા તો સિદ્ધાંતની વિરાધના કરનારા છે.
આગમિક સિદ્ધાંતોને આગમથી સમજવાના. વિશેષ સ્પષ્ટતા માટે સુતર્કોનો પણ ઉપયોગ કરવાનો. પરંતુ કુતર્કથી આગમિક સિદ્ધાંતને તોડવો તે વિરાધના છે. સૈદ્ધાંતિક સત્યને કુતર્કથી તોડવું તે ભાવ અસત્ય = વિરાધના છે.
૧૪૪૪ ગ્રંથના રચયિતા પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં ગાથા-૮૭ માં કુતર્કને ભાવશ–ની ઉપમા આપી છે. કારણકે કુતર્ક સત્ય-અસત્ય, હેય-ઉપાદેય, ઉચિત-અનુચિત ઈત્યાદિ ઉપર પ્રકાશ પાથરતા બોધનો ખાતમો બોલાવે છે. અસત્ અભિનિવેશ દ્વારા સમતાનો નાશ કરે છે. શ્રદ્ધાથી ભ્રષ્ટ કરે છે. જય-પરાજયની ભાવના પ્રબળ બનાવી માન કષાયને પોષે છે.
बोधरोगः शमाऽपायः, श्रद्धाभङ्गोऽभिमानकृत्।
कुतर्कश्चेतसो व्यक्तं, भावशत्रुरनेकधा ॥८९॥ કુતર્કોની તાદશ ભયંકરતાને નજર સમક્ષ રાખી કુતર્કો ખેલવા નથી. સાથે સાથે જગતમાં ચાલતા તત્ત્વવિષયક કુતર્કોને ઓળખી લેવા છે. અને તે કુતર્કોને અનાયાસે પણ પીઠબળ આપી સત્યમાર્ગથી દૂર-સુદૂર ધકેલાઈ જવું નથી.
જૈનશાસનના મહાપુરુષો જે શાસ્ત્રીય સત્ય માટે ઝઝૂમ્યા છે, તે શાસ્ત્રીય સત્યને છોડી આભાસી એકતા કરવાનું કહેવું તે મહાકુતર્ક છે – ભાવથી અસત્ય છે.
સંવિસ, ગીતાર્થ અને અશઠ મહાપુરુષોએ અસહિષ્ણુતાના કારણે આચાર વિષયક જે ફેરફારો કર્યા હતા, તેને આગળ કરી કુતર્કો દ્વારા શાસ્ત્રીય સત્યનો ત્યાગ કરવા કહેવું, તે ભાવથી અપાયના કારણભૂત અસત્ય જ છે.
મરીચિ આચારમાં શિથીલ બન્યા, ત્યારે શાસ્ત્રકારોએ વખોડ્યા નથી. પ્રરૂપણામાં શિથીલ બન્યા બાદ ચોક્કસ વખોડ્યા છે.
શાસ્ત્રીય સત્યને અપનાવવું તે જ ભાવ સત્ય છે. સત્યને બાજુ પર મૂકી કરાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org