Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 110
________________ આગળ લખ્યું હતું કે – વર્ષો પૂર્વે તમે પણ ચોથની વિરાધના ન થાય તે માટે શ્રી જૈનધર્મ પ્રકાશના ૧૯૫૨ ના ચૈત્ર સુદ-૧૫ ના અંકમાં લખી ચૂક્યા છો કે - * * સુદ-૫ની ક્રિયા સુદ-૪થે કરવી અને સુદી-૪ તથા સુદી-૫ ભેગા ગણવા. સંવત્સરી, ઉદયતિથિ ચતુર્થી શુક્રવારે જ કરવી અને બારે તિથિમાં હાનિ ન થવા માટે સુદ-૫ની ક્રિયા તે દિવસે જ કરીને સુદ-૫ નો સમાવેશ તેમાં કરવો. એ જ પત્રમાં પૂજ્યશ્રીએ કુંવરજીભાઈના ઔદયિક તિથિની માન્યતા અંગેના લખાણોની વધુ સાક્ષીઓ પણ લખી જણાવી હતી. જેવી કે – ૧) મહાવીર જયંતિ સુદ-૧૩ જે વાસ્તવિક છે તે દિવસે કરવી યોગ્ય કે કૃત્રિમ બનાવેલી બીજી તરસે કરવી યોગ્ય ? અને તેમને જણાવ્યું હતું કે – આથી સ્પષ્ટ છે કે – ચંડાશુંચંડ પંચાંગમાં આવતી ભાદરવા સુદ-૪ ઔદયિક હોય તો ન વિરાધાય એનું તમને લક્ષ્ય હતું - કલ્યાણક તિથિ પણ ઔદયિકી - સાચી જ આરાધવી જોઈએ એની તમને કાળજી હતી. આવેલો નિર્ણય એ જ સાચા માર્ગનું સમર્થન કરે છે તો પછી તમો શા માટે લોકહેરીમાં પડી સત્યને વિરાધો છો ?” ૨) ૧૯૪૫ ની સાલમાં સાયલાના સુશ્રાવકે એક પંચાંગ બહાર પાડી, તેમાં પર્વતિથિઓની પણ ક્ષયવૃદ્ધિ લખી છે. તેનો તમે સ્વીકાર કરી તેને ઉપકારક જણાવેલ છે. આ બધું વિચારી સત્યને સમજો અને સ્વીકારો, એવી આશા હું રાખું તો એ વધારે પડતી નથી જ. વિ. સં. ૨૦૧૮માં તેઓશ્રી રાજસ્થાન-જાવાલમાં ચાતુર્માસ રહ્યા હતા. ત્યારે ચાતુર્માસના અંતે કાર્તિકી પૂનમનો ક્ષય આવતાં તેઓશ્રીમદે પોતાની સહી સાથે એક ખુલાસો લખી દિવ્યદર્શન આદિ સામયિકોમાં પ્રસિદ્ધ કરાવ્યો હતો. દિવ્યદર્શન તા. ૨૭-૧૦-૧૯૬ર ના પૃષ્ઠ-૪૦ ઉપર પહેલી કોલમમાં આ ખુલાસો છપાયો છે, તે અક્ષરશઃ આ મુજબ છે. પૂ. આચાર્યદેવશ્રીનો કારતક-૧૫ અંગે ખુલાસો પૂ. સિદ્ધાન્ત મહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તરફથી શ્રીસંઘને જણાવવાનું કે વિ. સં. ૨૦૧લ્માં કાર્તિક સુદ-૧૫નો ક્ષય હોવાથી તા. ૧૧૧૧-૧૯૬૨, રવિવારે ચૌદસ-પૂનમ ભેગા છે. આથી તે દિવસે કાર્તિકી પૂનમની શ્રી ૯૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122