Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 114
________________ પૂનમ/અમાસના ક્ષયે ચૌદસના દિવસે ઔદયિક ચૌદસ ઉપરાંત ક્ષય પામેલ પૂનમ/અમાસની આરાધના કરવી. એ જ રીતે... - બીજની વૃદ્ધિએ બે બીજ પૈકી પહેલી બીજ છોડીને બીજી બીજના દિવસે બીજની આરાધના કરવી. - પાંચમની વૃદ્ધિએ બે પાંચમ પૈકી પહેલી પાંચમ છોડીને બીજી પાંચમના દિવસે પાંચમની આરાધના કરવી. - આઠમની વૃદ્ધિએ બે આઠમ પૈકી પહેલી આઠમ છોડીને બીજી આઠમના દિવસે આઠમની આરાધના કરવી. - અગિયારસની વૃદ્ધિએ બે અગિયારસ પૈકી પહેલી અગિયારસ છોડીને બીજી અગિયારસના દિવસે અગિયારસની આરાધના કરવી. - ચૌદસની વૃદ્ધિએ બે ચૌદસ પૈકી પહેલી ચૌદસ છોડીને બીજી ચૌદસના દિવસે ચૌદસની આરાધના કરવી. - પૂનમ-અમાસની વૃદ્ધિએ બે પૂનમ/અમાસ પૈકી પહેલી પૂનમ/અમાસ છોડીને બીજી પૂનમ, અમાસના દિવસે પૂનમ/અમાસની આરાધના કરવી. એવી પૂ આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની શાસ્ત્રીય માન્યતા અને આજ્ઞા છે. તદુપરાંત - ૫ - કલ્યાણક આદિની બધી જ તિથિઓ (ચોવીશે તીર્થકરોના મળી ૧૨૦ કલ્યાણકો તેમજ વીશ વિહરમાન જિનનાં ૫ કલ્યાણકો અને અન્ય આરાધ્ય તિથિઓ જેવી કે – જિનાલય સાલગીરી, ગુરુ સ્વર્ગારોહણ તિથિ – સંઘ ઉપધાનની માળાની તિથિ વગેરે, વગરે) પણ સંઘમાન્ય પંચાંગમાં બતાવ્યા મુજબ યથાવત્ ક્ષય-વૃદ્ધિ માન્ય રાખીને જ એની આરાધના કરવાની. એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ-દીક્ષા કલ્યાણયુક્ત પોષ-દસમીની આરાધના, ફાગણ સુદ-૧૩ છ ગાઉની યાત્રા, અક્ષયતૃતીયા પર્વ, પ્રભુશ્રી મહાવીર જન્મકલ્યાણક, શ્રી શત્રુંજય મહાતીર્થ આદિ ગ્રામ-નગર-તીર્થના જિનાલયોની સાલગીરી આદિ દરેકના દિવસો સંઘમાન્ય પંચાંગમાં બતાવ્યા મુજબ યથાવત્ ક્ષય-વૃદ્ધિ માન્ય રાખીને જ એની આરાધના કરવાની. ૧૦૨ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122