Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 116
________________ ભુવનભાનુસૂરિજી મહારાજ) આદિ પદો હતા. પૂ. આ. શ્રી વિ. ભદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવતી તેઓશ્રીજી, પૂ. આ. શ્રી વિ. કારસૂરિજી મ. આદિની સહીઓ હતી. પૂ. આ. શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવતી પૂ. આ. ભ. શ્રી વિજય લક્ષ્મણસૂરિજી મ. આદિની સહીઓ હતી. પૂ. આ.ભ.શ્રી. વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદયાવતી પૂ. આ. શ્રી વિ. મનોહરસૂરિજી મ., પૂ.પં. શ્રી ભદ્રંકર વિ. મ., પૂ.પં. શ્રી વિબુધ વિ. મ. (બંને ત્યારબાદ આચાર્ય) ની સહીઓ હતી. પૂ. આ. શ્રી વિજય કનકસૂરીશ્વરજી મહારાજ (વાગડવાળા) ના સમુદાયવતી પૂ. આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરિજી મહારાજની સહી હતી. પૂ. આ. શ્રી વિજય શાંતિચંદ્રસૂરિજી મ. આદિ તેમજ પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરિજી મ. આદિએ શ્રાવણ વદમાં આ પટ્ટકને સ્વીકૃતિ આપી હતી. ૨૦૨૦ નો પટ્ટક નિષ્ણભાવી શા માટે ? હાલના તબક્કે આ પટ્ટકમાં જણાવેલ આપવાદિક આચરણાના અમલના કોઈ સંયોગ વિદ્યમાન ન હોવાથી એ કલમનો કોઈ ઉપયોગ રહ્યો નથી. કારણ કે જે અભિયોગાદિ કારણે આ આપવાદિક આચરણા પટ્ટકરૂપે કરાઈ હતી તે અભિયોગાદિ કારણો હવે રહ્યાં નથી. આ પટ્ટકને માન્ય કરનારા અને વર્ષો સુધી અમલ કરનારા આચાર્યો પૈકી જ કેટલાક આચાર્યોએ વિ. સં. ૨૦૪૨ માં આ જ પટ્ટકની ઔત્સર્ગિક આજ્ઞાદર્શક કલમોનો એકતરફ ભંગ કરી અંદરોઅંદર ભેગા થઈ પટ્ટકની મર્યાદાથી બહાર જઈ નવી જ આચરણાનો પ્રારંભ કરી દીધો, ત્યારથી જ આ પટ્ટકની આપવાદિક આચરણાની આ કલમ નિમ્રભાવી બની જવા પામી હતી. છતાંય પાંચેક વર્ષ સુધી સુધારાની રાહ જોયા બાદ પણ કોઈ સુધારો ન દેખાતાં પૂજ્યપાદ શ્રી પ્રેમસૂરિદાદાના પટ્ટાલંકાર પૂજ્યપાદ આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે પૂનમ/અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય/વૃદ્ધિ કરવાની એ આપવાદિક આચરણાનો વિધિવત્ ત્યાગ કરી પૂજ્યપાદ આચાર્ય શ્રી પ્રેમસૂરિદાદાની પૂનમ / અમાસની ક્ષયવૃદ્ધિને યથાવત્ માન્ય રાખવાની ઔત્સર્ગિક આજ્ઞાનો અમલ કરવાનો ફરીથી પ્રારંભ કર્યો હતો. જેને વિવિધ સમુદાયના પૂજ્યોએ વધાવી લીધો હતો. પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું તિથિ અંગે શું મંતવ્ય હતું તે આટલા પુરાવાઓ જોતાં અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. એટલું જ નહિ પણ ૧૦૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122