________________
વિભાગ ૧
તિથિ અંગે વિચારણા તથા કુતર્કોની સમાલોચના
વિક્રમની ૧૯-૨૦ મી સદીમાં જૈનશાસનમાં તિથિ ચર્ચાનો વિષય જટીલ બન્યો છે કે પછી બનાવવામાં આવ્યો છે. તિથિના વિષયમાં શાસ્ત્રસાપેક્ષ સત્ય શું છે ? તેનો નિર્ણય પૂર્વે ઐતહાસિક લવાદી ચર્ચામાં થઈ જ ગયો છે.
પ્રભુ વીર પરમાત્માના શાસનમાં તો અસત્યનો ત્યાગ કરી સત્યનો સ્વીકાર કરતા મહાપુરુષો જોવા મળતા હતા. કાલના પ્રભાવે અસત્યમાર્ગનું સ્થાપન થઈ જાય તો, તેનું ઉન્મૂલન કરી સત્યમાર્ગનું સ્થાપન કરનારા વિરલ મહાપુરુષો પણ થઈ ગયા. પરંતુ કેટલાક વર્ષોથી કેટલાક વર્ગે સત્યમાર્ગનો ત્યાગ કરી અસત્યમાર્ગને સ્વીકાર્યો, સાથે સાથે અસત્યમાર્ગને સત્ય તરીકે સિદ્ધ કરવાનો ભગીરથ પુરુષાર્થ ઉપાડચો છે – મહા અભિયાન ખોલીને બેઠા છે, તે મોટું આશ્ચર્ય છે.
વધુ આશ્ચર્ય તો એ છે કે પોતાના જ પૂજ્યપાદ વડીલ મહાપુરુષોએ જે પી.એલ. વૈદ્યના તિથિવિષયક ચુકાદાને વધાવ્યો હતો, ‘આપણા મતમાં શાસ્ત્રનુસારિતા અને શાસ્ત્રમાન્ય પરંપરાનુસારિતા છે’ – એવું ગૌરવભેર જણાવતા હતા, તે જ ચુકાદાને તે મહાપુરુષોના નામે ઓળખાતા અનુયાયીઓ ‘“અનાવશ્યક = તિથિવિષયક સત્યના નિર્ણયમાં બિનજરૂરી’’ જણાવી રહ્યા છે.
૨૭ પેજની ‘તિથિવિવાદ અને સરળ સમજણ' હેડીંગવાળી નનામી પત્રિકાના લેખક (વિભાગ-૬) પૃ.૧૫ ઉપર લખે છે કે ..
‘તિથિની ઉત્પત્તિ ચંદ્રની હાનિ-વૃદ્ધિ દ્વારા થાય છે અને ચંદ્ર તો રોજ આપણને દેખાય છે. તેમાં થતી હાનિ-વૃદ્ધિ પણ આપણને દેખાય છે. માટે સાચું કોણ અને ખોટું કોણ તે જાણવા માટે પી.એલ. વૈદ્યના ચુકાદાની આવશ્યકતા નથી’'.
વળી આ. અભયશેખરસૂરિજીએ પોતાના ‘તિથિ અંગે સત્ય અને સમાધાન’ પુસ્તિકામાં લવાદીચર્ચામાં નિર્ણિત થયેલા તિથિવિષયક સત્યને ભાવથી અસત્ય કહીને (કારણકે તેનાથી તેમની માનેલી એકતા જળવાતી ન હોવાના કારણે ભાવથી અસત્ય કહીને) પોતાના જ માનનીય મહાપુરુષોને (કે જેમને સત્ય પ્રિય હતું, પણ સત્યના ભોગે એકતા નહિ એવા મહાપુરુષોને) આડકતરી રીતે ભાવથી ‘અસત્યના પક્ષકાર’ કહી દીધા
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org