Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 60
________________ ભાવાર્થ : વિષમકાળના પ્રભાવથી જૈનટિપ્પણાનો વિચ્છેદ થયેલો છે. ત્યારથી ભાંગેલ:તૂટેલ તે ટિપ્પણા ઉપરથી આઠમ-ચૌદસ આદિ કરવાથી તે સૂત્રોકત થતી નથી. એ રીતે આગમ અને લોકની સાથે બહુ વિરોધનો વિચાર કરીને સર્વગીતાર્થ આચાર્ય દેવોએ “આપણા આગમના મૂળવાળું છે' એમ પ્રતિષ્ઠા દીક્ષા આદિ સર્વકાર્યોના મુહૂર્તોમાં લૌકિક ટિપ્પણું જ પ્રમાણ કર્યું છે. પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિજીનું વચન છે કે... અમારો આ સુનિશ્વય થયો છે કે.... “અન્ય દર્શનીઓની યુક્તિઓમાં જે કાંઈ સુંદર વચનોરૂપી સંપત્તિઓ દેખાય છે. હે પ્રભો! તે તારા જ પૂર્વરૂપ મહાસાગરમાંથી ઉદ્ધરેલી છે, એમ જાણી જિનવાણીના જાણકારોએ એને પ્રમાણ કરેલ છે.' આ કારણથી જ વર્તમાનકાલીન ગીતાર્થ આચાર્યદેવો પણ તે જ પ્રમાણ કરી રહયા છે. ટીપ્પણી : (૧) સં. ૧૪૮૬ માં અને પૂર્વે પણ લૌકિક પંચાંગ ગત માસ, તિથિ અને નક્ષત્રની વૃદ્ધિ માન્ય હતી. (૨) સં. ૧૪૮૬ માં અને પૂર્વેથી પણ જૈન ટીપ્પણાના બદલે લૌકિક ટિપ્પણાનો સ્વીકાર કરાયો હતો. કારણકે જૈન ટિપ્પણાનો વિચ્છેદ થયો હતો. (૩) તત્કાલીન સર્વે પૂ. ગીતાર્થ આચાર્ય ભગવંતોએ તે લૌકિક ટિપ્પણાને (આગમના અંગભૂત હોવાના કારણે) પ્રમાણ કર્યું હતું. (તે લૌકિક ટીપ્પણાને દ્રવ્યથી અસત્ય કહેવું કેટલું ઉચિત છે, તે સ્વયં વિચારવું.) (૪) તત્કાલીન સમર્થ પૂ. ગીતાર્થ સૂરિવરો જૈનટિપ્પણાનો પુનઃ ઉદ્ધાર ન કરી શકયા, તે જૈનટીપ્પણાને વારંવાર આગળ કરવું તે સમર્થ જ્ઞાનીઓની અવજ્ઞા નથી? સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને દીવસાગર પ્રજ્ઞપ્તિ તેમજ જ્યોતિષ કરંડક જેવા આગમાદિ મહાન ગ્રંથની ટીકા લખનારા અને લોક પ્રકાશ જેવા મહાન ગ્રંથની રચના કરનારા મહાપુરુષોએ પણ જૈનટીપ્પણું બનાવવાનો વિચાર શુદ્ધાં ન કર્યો, કારણકે તેઓશ્રી જાણતા હતા કે તે શક્ય જ નથી. આમ છતાં આ ગ્રંથોનો ઉપરછલ્લો અભ્યાસ કરી એના સહારે નવા જૈન ટીપ્પણાને બનાવવાનો દાવો કરવો, તે તો તે સમર્થ મહાપુરુષો કરતાં પોતાની જાતને વધારે જ્ઞાની માનવાનો અને એ મહાપુરુષોને હીન માનવાનો પ્રયત્ન કરવો, એ શું જ્ઞાનીઓની અવજ્ઞા નથી ? Jain Education International ४८ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122