Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 86
________________ એ પરંપરા શાસ્ત્રનિષિદ્ધ, છત વ્યવહારથી વિરુદ્ધ અને અર્વાચીન પુરવાર થઈ છે. તેનો પ્રશ્ન એ છે કે એવું આવ્યું શી રીતે ? એનો ઉત્તર એ છે કે તેવો પ્રચાર તે સમયે થયો હતો કે જ્યારે કમભાગ્યે જૈન યાતિવર્ગ વિષે વિદ્યા અને આચારમાં મંદતા આવી હતી; અને એવા જ્ઞાન-ચારિત્રમાં શિથિલ યતિઓનો પ્રભાવ સર્વત્ર ફેલાયો હતો. માટે આ અશાસ્ત્રીય અજ્ઞાનમૂલક અને અર્વાચીન પરંપરાનો અંત લાવવો જોઈએ. ક્ષયે પૂર્વ વાળું વચન ક્ષીણ અને વૃદ્ધિ પર્વતિથિઓના આરાધનાનો દિવસ નિશ્ચિત કરાવવાને માટે પ્રવૃત્ત છે. અને એ નિશ્ચય પર્વતિથિઓની ટિપ્પણોત ક્ષય-વૃદ્ધિને ફેરવ્યા વિના પણ ઉત્પન્ન થાય છે. માટે તેના બદલે પૂર્વની તિથિનો ક્ષય-વૃદ્ધિ કરવાની જે પદ્ધતિ પંચાંગની મર્યાદાને કચરનાર છે, તે પદ્ધતિમાં ‘ક્ષયે પૂર્વ નું તાત્પર્ય ન માનવું. ૩) જૈન શાસ્ત્રોમાં કલ્યાણક તિથિઓમાં પણ પર્વતિથિપણું અને પૂર્ણિમા સમાન આરાધ્યાપણું માનવામાં આવ્યું છે. માટે ક્ષયે પૂર્વા વાળું જે શાસ્ત્રીય વચન હરકોઈ ક્ષીણ-વૃદ્ધ પર્વતિથિઓની આરાધનાના દિવસને નક્કી કરવા પ્રવર્તેલું છે. તે વચન ક્ષીણ-વૃદ્ધ કલ્યાણક તિથિઓની આરાધનાના દિવસનું નિર્ણાયક અવશ્ય ૪) જૈનશાસ્ત્રોને એવો નિયમ માન્ય નથી કે દરેક પર્વતિથિ બરાબર સૂર્યોદયથી જ પ્રવૃત્ત થાય અને પછીના સૂર્યોદય-સમયે સમાપ્ત થાય. પરંતુ જૈનશાત્રો તો બીજી તિથિઓની જેમ પર્વતિથિઓમાં પણ પંચાંગને પ્રમાણ ગણે છે. એટલે જે પર્વતિથિ જે દિવસે સમાપ્ત થતી હોય, તે દિવસના સૂર્યોદય સમયથી એ તિથિની આરાધનાનો આરંભ કરી પછીના સૂર્યોદયે આરાધનાની સમાપ્તિ કરવી જોઈએ. એવું જૈનશાસ્ત્રો માને છે. ૫) જૈન ટિપ્પણનો વિચ્છેદ થયા પછીથી વૈદિક સંપ્રદાયના પંચાંગનો જ આધાર લઈને બધી તિથિઓના પ્રારંભ સમાપ્તિ સમયનો નિર્ણય કરવો જોઈએ, એવો જૈન જનતાને જૈન શાસ્ત્રોનો (શ્રાદ્ધવિધિ આદિ જૈન શાસ્ત્રોનો) સ્પષ્ટ આદેશ છે. માટે ઉકત પંચાંગની વિરુદ્ધ જઈને તિથિની કલ્પિત ક્ષય-વૃદ્ધિ કરવી તે અનુચિત છે. Jain Education International ७४ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122