Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 107
________________ (પરિશિષ્ટ-૧૧ એક અગત્યનો ખુલાસો એક પક્ષ તરફથી વારંવાર અપપ્રચાર ચાલી રહ્યો છે કે તિથિનો ઝઘડો પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરિજીએ ચાલું કર્યો છે. પરંતુ આ વાત હકીકત વિરુદ્ધ છે. કારણકે તેઓશ્રીના જન્મ પૂર્વે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ માન્ય જ કરાતી હતી. પરંતુ ભવિષ્યમાં પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિજી બનનાર (સાત-આઠ મહિનાના) બાળ ત્રિભુવન પારણામાં ઝૂલતો હતા, તે વખતે સં. ૧૯૫૨ માં સંવત્સરીની તિથિની બાબતમાં સકલ સંઘથી અગલ પડીને પૂ સાગરજી મહારાજે પેટલાદમાં અલગ સંવત્સરી કરી હતી, ત્યારે તિથિનો પહેલો ઝઘડો થયો હતો. સંવત્સરીની આરાધના અંગે સં. ૧૫૨ સુધી કોઈ જ વિવાદ નહોતો. આથી પર્વતિથિઓનો ઝઘડો પૂ. આ. ભ. શ્રીરામચંદ્રસૂરિજીએ ચાલુ કર્યો, એમ કહેવામાં ઈતિહાસ સાથે અન્યાય છે. - અપમાન છે. તેઓશ્રી જ્યારે આ ભારતભૂમિ ઉપર પૂ. રામચંદ્રસૂરિજી તરીકે વિદ્યમાન નહોતા, ત્યારે પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિની બાબતમાં ઈતિહાસ જુદી જ સાક્ષી પૂરે છે. ૧) વિ. સં. ૧૮૭૦ ની સાલમાં એક જૈન પંચાંગ બહાર પડ્યું હતું, તેમાં પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કાયમ રાખવામાં આવી હતી. ૨) તેવું જ પંચાંગ વિ. સં. ૧૯૧૬ની સાલમાં જૈન દીપક માસિક તરફથી બહાર પડ્યું હતું, જેમાં બે પાંચમ દર્શાવવામાં આવી હતી. ૩) સં. ૧૯૪૫ માં સ્વ. પૂ. આત્મારામજી મહારાજાના ઉપદેશથી તપાગચ્છના શ્રાવક શા. કેશવજ લહેરાભાઈ સાયલાવાળાએ જૈન પંચાંગ મુંબઈ ઈન્ડિયન પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવીને બહાર પાડ્યું હતું. તેમાં સં. ૧૯૪૫ ના વર્ષની તમામ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કાયમ રાખવામાં આવી હતી. ૪) પૂ. બાપજી મહારાજે સં. ૧૯૯૭ માં વ્યાખ્યાન પાટ ઉપરથી જાહેરમાં ખુલાસો કર્યો હતો કે તમને ખબર નહિ હોય પણ મારા અનુભવની વાત છે.) આ વાત સં. ૧૯૨૬ થી ૧૯૨૮ સુધીમાં બની છે. દેવસૂરના ઉપાશ્રયે નાગોરી શાળામાં ધરણેન્દ્ર શ્રી પૂજ્ય (યતિ) હતા. તે વખતે પર્વતિથિની હેરાફેરી (પૂનમની વૃદ્ધિએ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122