Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 92
________________ પરિશિષ્ટ-૭ કઈ પ્રવૃત્તિને જીતવ્યવહાર કહેવાય, અને કઈ પ્રવૃત્તિને જીતવ્યવહાર ન કહેવાય (શ્રી જીવકલ્પભાષ્ય, શ્રીબૃહત્કલ્પસૂત્ર ભાષ્ય, ઉપદેશ રહસ્ય, યોગવિંશિકા, ગુરૂતત્ત્વ વિનિશ્વય, ભગવતી સૂત્રની ટીકા, પ્રવચન પરીક્ષા, તત્ત્વ તરંગિણી, ઈત્યાદિ શાસ્ત્રોમાં આચરણા – જીતવ્યવહારની જે વ્યાખ્યાઓ કરી છે, તેમાં નીચેની વાતો સ્પષ્ટ રીતે જણાવી છે.) (૧) જે આચરણા સંવિગ્ન ગીતાર્યાદિગુણથી યુક્ત પ્રામાણિક પુરુષે પ્રવર્તાવેલી ન હોય, તેવી ગમે તેટલી જૂની પણ આચરણાને વાસ્તવિક સ્વરૂપની આચરણા કહી શકાય જ નહિ. (૨) સંવિગ્ન ગીતાર્યાદિ ગુણથી યુક્ત પ્રામાણિક પૂરુષે પ્રવર્તાવેલી એવી પણ આચરણા જો રાગથી પ્રવર્તાવેલી હોય, દ્વેષથી પ્રવર્તાવેલી હોય કે માયા – પ્રપંચથી પ્રવર્તાવેલી હોય તો તેવી આચરણાને વાસ્તવિક આચરણ ન કહી શકાય. (૩) સંવિગ્નગીતાર્યાદિગુણોથી યુક્ત પ્રામાણિક પુરૂષ અશઠપણે (રાગ-દ્વેષ-માયારહિત થઈ) પ્રવર્તાવેલી એવી પણ આચરણા જે નિરવદ્ય ન હોય અર્થાત્ સર્વથા હિંસા વિરમણ આદિ મહાવ્રતોરૂપ મૂલગુણો અને પિંડવિશુદ્ધાદિ ઉત્તરગુણોનો વિઘાત કરનારી હોય અથવા તો શાસ્ત્રવચનોનો વિઘાત કરનારી હોય, તો પણ તેને વાસ્તવિકરૂપે આચરણા કહી શકાય જ નહિ. (૪) સંવિગ્નગીતાર્યાદિગુણોથી યુક્ત પ્રામાણિક પુરૂષ અશઠપણે પ્રવર્તાવેલી અને નિરવધ એવી પણ આચરણા જે તત્કાલીન તથાવિધ (તે કાળના તેવા જ ગુણવાળા) ગીતાર્થોથી નિષિદ્ધ કરાયેલી હોય, તો પણ તેને વાસ્તવિક સ્વરૂપની આચરણા કહી શકાય જ નહિ. (૫) સંવિગ્નગીતાર્થોદિ ગુણથી યુક્ત પ્રામાણિક પુરૂષ અશઠપણે પ્રવર્તાવેલી હોય, નિરવદ્ય હોય અને તત્કાલીન તથાવિધ ગીતાર્થોથી નિષિદ્ધ કરાયેલી પણ ન હોય, એવી પણ આચરણાને જે તત્કાલીન તથાવિધ બહુશ્રુતોએ બહુમાન ન આપ્યું હોય, (આદરી ન હોય), તો પણ તેને વાસ્તવિક સ્વરૂપની આચરણા કહી શકાય જ નહિ. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122