________________
પરિશિષ્ટ-૪
સંઘસ્થવિર, વચનસિદ્ધ, સંયમતપોમૂર્તિ પૂ. આચાર્યદેવ શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજાનો તિથિ અંગે અગત્યનો ખુલાસો યાને
તિથિ અંગે સત્ય અને હેરાફેરીનો ઈતિહાસ
સં. ૧૯૯૭, કાર્તિક સુદ-પ્રથમ પુનમ, ગુરુવાર, ચોમાસા પરિવર્તનનો પ્રસંગ, હાજા પટેલની પોળ (અમદાવાદ), શ્રીવીશા શ્રીમાળીની વાડીમાં વ્યાખ્યાનમાં પૂ.બાપજી મહારાજાએ તથા પૂ.આ.ભ.શ્રી. વિ. ભદ્રંકરસૂરિજી મહારાજે (તે વખતે પૂ.મુ. શ્રીભદ્રંકર વિજયજી મહારાજે) તિથિ વિષયક શ્રીમોહનલાલ પોપટલાલ વકીલ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના આપેલા ઉત્તરો.)
પ્રશ્ન : બે પૂનમ સંબંધી આપની માન્યતા શું છે ?
ઉત્તર : ચતુર્દશી છતાં વિરાધીને પૂનમે ચતુર્દશી કરવી એ મહાપાપ છે. માતાને ધાવવાથી બાળકની પુષ્ટિ થાય. પણ મરેલી માતાને ધાવવા થકી પુષ્ટિ થાય નહિ. પૂનમે ચોમાસી વગેરે થાય નહિ.
(નોંધ : બે પૂનમ હોય ત્યારે બે તેરસ કરી, પ્રથમ પૂનમે ચોમાસી-ચૌદસ ગણી આરાધના થાય નહિ. કારણકે પ્રથમ પૂનમ હકીકતમાં ચૌદસ જ નથી.)
પ્રશ્ન : આપે અત્યાર સુધી પહેલાં તેમ કરેલું તેનું શું ?
ઉત્તર : જુઓ લુખ્ખું ખાય તે ચોપડ્યાની આશાએ. આ વાત એવી હતી કે બધા સમજીને સાચું કરે તો સારૂં, પણ તેવો કોઈ અવસર આવ્યો નહિ. વખતે વખતે મેં મારાથી બનતા પ્રયત્નો કર્યા, પણ જ્યારે છેવટે જોયું કે આ બધાની વાટ જોતાં આખુંય જશે અને સાચી વાત મરી જશે. ત્યારે અમે જે પહેલેથી સાચું માનતા તે મુજબ આરાધવા માંડ્યું.
પ્રશ્ન : આપે પરંપરા લોપી કહેવાય ?
ઉત્તર : પરંપરા શાની લોપી ? આ પરંપરા કહેવાતી હશે ? શાસ્ત્રની આજ્ઞાની વિરાધના થાય તેવી પરંપરા હોય જ નહિ. જુઓ તમને કોઈને કદાચ ખબર નહિ હોય પણ મારા અનુભવની વાત છે. આ વાત ૧૯૨૬ થી ૧૯૨૮ સુધીમાં બની છે. દેવસૂરના
Jain Education International
૭૦
For Private & Personal Use Only
www.jainelibrary.org