Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 77
________________ ને ? જેમ પહેલી ચૌદસ અપ્રમાણ તેમ તમારા મતે તો પહેલો ભાદરવો પણ અપ્રમાણ છે. તેથી જેમ પહેલી ચૌદશે ચૌદસનું પ્રતિક્રમણ નહિ, તેમ પહેલા ભાદરવામાં પણ ચૌદસનું પ્રતિક્રમણ નહી. જેમ પહેલા ભાદરવામાં (સુદ-ચોથના સંવત્સરી પ્રતિક્રમણ નથી કરતાં તે પહેલા ભાદરવામાં ચૌદસ પણ અમાન્ય કરીને પ્રતિક્રમણાદિ નહીં થાય.” – સમીક્ષાગત દ્વિતીય મુદ્દામાં કરેલા આ બધા કુતર્કોનું શ્રીકલ્પસૂત્ર કિરણાવલી વૃત્તિકારના વચનથી જ નિરાકરણ થઈ જાય છે. યાદ રહે કે ચૌદસનું પ્રતિક્રમણ માસના નામનિર્દેશપૂર્વક નિયત થયેલું નથી. પરંતુ સામાન્યતઃ ૧૫ દિવસે પાક્ષિક આલોચના રૂપે નિયત થયેલું છે. જ્યારે સંવત્સરી પ્રતિક્રમણ ભાદરવા માસના નામનિર્દેશપૂર્વક નિયત થયેલું છે. તેથી ભાદરવા માસની વૃદ્ધિ હોય તો શાત્રવચનાનુસાર અધિક માસ છોડી દ્વિતીય માસમાં સંવત્સરી પ્રતિક્રમણ થાય છે. આથી ખોટા ખોટા કુતર્કો કરી સત્યને ઢાંકવાની જરૂર નથી. અન્યથા (એકતારૂપી) વિનાયકની સ્થાપના કરતાં કરતાં (મિથ્યાત્વરૂપી) વાનરની સ્થાપના થઈ જશે. ૮) શ્રીકલ્પદીપિકા : (કર્તા : શ્રી જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરી. મ. ના શિષ્ય મહોપાધ્યાય શ્રી વિમલહર્ષગણિના શિષ્ય પંડિત પ્રવરશ્રી જયવિજયજીગણિ. રચના - સં - ૧૬૧૧) - છપાવનાર : સંશોધક – પ્રકાશક: પંડિત મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ, સં – ૧૯૯૧) । अत एवऽऽस्तामन्योऽभिवर्द्धितो भाद्रपदवृद्धौ प्रथम भाद्रपदोऽपि पर्युषणाकृत्येषु अनधिकृत एव अभिवर्द्धितप्रथमतिथिरिव तदीयकृत्येष्विति । तथाहि-विवक्षितं हि पाक्षिकं प्रतिक्रमणं तच्च चतुर्दश्यां नियतं सा च यद्यपि वर्द्धिता तदा प्रथमां परित्यज्य द्वितियाऽङ्गीकार्या दिनगणनायां त्वस्या: अन्यासां च वृद्धौ संभवन्तोऽपि षोडशदिनाः पञ्चदशैव गण्यन्ते । एवं क्षीणायामपि चतुर्दश्यादितिथौ पंचदशैवेति વોટ્યા તત્રપિI (નવમક્ષut પૃ. - ૪) અર્થ : આથી જ અન્ય વૃદ્ધિ પામેલો માસ જવા દો. પણ ભાદરવાની વૃદ્ધિમાં પ્રથમ ભાદરવો પણ પર્યુષણાના કાર્યો માટે યોગ્ય નથી જ. તેના કૃત્યો માટે, વૃદ્ધિ પામેલી પ્રથમ તિથિની જેમ. તે આ પ્રમાણે-પાક્ષિક પ્રતિક્રમણ કે જે ચૌદસના નિયત છે,તે ચૌદશની પણ વૃદ્ધિ થાય ત્યારે પ્રથમ ચૌદશને છોડી દઈ બીજી ચૌદશ ગ્રહણ કરવી. ૬૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122