________________
૫)
ધ્યાન-રાખવું કે પફિખમાં (પંદર દિવસમાં) એકંમ વગેરે તિથિઓ વધી અગર ઘટી એટલે તૂટી અગર બેવડી થઈ પણ તે તમામ તિથિઓ પંદરને અંગે જ છે. એટલે એમ કહેવું કે પાક્ષિકને અંગે માત્ર તિથિઓનો ભોગવટો જતો જ નથી. ભોગવટા તરીકે તો એક પક્ષથી બીજા પક્ષની વચ્ચે પંદર તિથિઓ આવી જાય છે. આર્થાત્ જે તિથિનો ક્ષય થાય છે, તે તિથિ ભોગવટામાંથી કદિ ઉડી જતી નથી, પણ માત્ર તે તિથિ સૂર્ય ઉદયને ફરશે નહિ, તેથી જ તેનો ક્ષય ગણાય છે.’’ અને આજ કારણથી બીજ-પાંચમ વગેરે પર્વતિથિઓનો ક્ષય હોય છે, ત્યારે તે પર્વતિથિની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે, કેમકે તે તે પર્વતિથિનો ભોગવટો તે તે આગલી સૂર્ય ઉદયવાળી તિથિમાં પહેલાં-પહેલાં થઈ ગયેલો હોય છે. (માટે જે જે) અને સૂર્ય ઉદયવાળી તે તે પર્વતિથિ ન મળે તો તેની આગલી (પૂર્વની) તિથિની પહેલી તિથિએ તો પર્વતિથિનો ભોગવટો હોવાથી તે તે પર્વતિથિની આરાધના થાય છે. કેમકે જેમાં જે હોય તેમાં તેનો સમાવેશ કરવો એ રીતસર છે, એવી રીતે વૃદ્ધિમાં પણ માત્ર તિથિનો ભોગવટો વધી જવાથી તે તે તિથિઓ બે સૂર્યોદયને ફરસવાવાલી થાય છે.
પણ પખવાડીયામાં કોઈપણ સોલમી તિથિ આવતી નથી. પૂર્વસૂર્યોદયવાળી તિથિ કરતાં પરસૂર્યોદયવાલી (પછીના સૂર્યોદયવાલી) તિથિ બલવતી ગણાવવાથી જ આગલી (પછીની) તિથિએ અનુષ્ઠાન થાય છે. સંપૂર્ણતા પણ તિથિની ઉત્તર દિવસે જ છે. (સિદ્ધચક્ર, વર્ષ-૪, અંક-૪, ટાઈટલ પેજ-૪)
(નોંધ : પ્રધોષનો સાચો અર્થ ઉપર જણાવ્યો છે. તથા પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ હોઈ શકે છે, તે વાતનો પણ ખુલાસો જોવા મળે છે.)
૬) પ્રશ્ન : ભાદરવા સુદિ-૫ પાંચમનો ક્ષય માની શકાય ? અને મનાય તો તે તિથિની ક્રિયા અને તપશ્ચર્યા કયારે કરવી ?
સમાધાન : કોઈપણ પર્વતિથિનો ક્ષય ન થાય એવું નથી, કેમકે જો પર્વતિથિનો ક્ષય જ ન થતો હોત તો ‘ક્ષયે પૂર્વા તિથિ: કાર્યા' એટલે પર્વ-તિથિનો ક્ષય હોય તો પહેલાંની તિથિએ તે પર્વતિથિને (જ) ક્ષયવાલી ગળવી, એવો પૂ. ઉમાસ્વાતિ વાચકજી મહારાજાનો પ્રઘોષ શ્રાદ્ધવિધિ વિગેરેમાં હોત નહિ અર્થાત્ તે તિથિ અંગે કરાતો તપ વગેરે ઉડાડી દેવાય નહિ, પહેલાંની તિથિમાં કરવું પડે. (સિદ્ધચક્ર વર્ષ-૧ અંક-૨૧ પૃષ્ઠ-૪ વધારો)
Jain Education International
૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org