Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 40
________________ જુના શાસ્ત્રસાપેક્ષ આરાધના કર્યાનો લખલૂટ આનંદ મળશે. – શાસ્ત્રસાપેક્ષ એકતા સધાશે. સંઘ એક દિવસે આરાધના કરશે. વર્ષો સંઘર્ષનો અંત આવશે. - સત્યના પક્ષકાર એવા પૂર્વ મહાપુરુષોની હરોળમાં ઉભા રહેવાની તક મળશે. - સંઘની સાચી એકતા થવાથી એકતાના અસંખ્ય લાભો પ્રાપ્ત થશે. આટલા બધા આત્મિક લાભોને જોઈ, સૌ કોઈ અમારી ફોર્મ્યુલાને સ્વીકારશે, તો સૌનું આત્મહિત થશે જ, એમાં શંકા રાખવાને કોઈ કારણ રહેતું નથી. અંતે આ. શ્રી અભયશેખરસૂરિજી મ. નીચેના પ્રશ્નોના ઉત્તરો શાસ્ત્રાધારે આપશે, એવી અપેક્ષા રાખું છું. ૧) શ્રાદ્ધવિધિકાર લૌકિક ટિપ્પણાને પ્રમાણભૂત માને છે, તે તમને માન્ય છે કે નહિ ? ૨) જૈન ટિપ્પણાનો પુનઃ ઉદ્ધાર કરવાની વાત હજારથીય વધુ વર્ષોમાં સમર્થ જ્ઞાનીઓએ કરી નથી, તેથી વિચ્છિન્ન થયેલા તે જૈન ટીપ્પણાને વારે ઘડી લોકોને ભોળવવા ઉધા માર્ગે ચઢાવવા યાદ કરવું – કરાવવું ઉચિત છે ? - ૩) પૂ. વાચકપ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ પ્રઘોષમાં ‘વૃદ્ધો જાર્યા તથોત્તરા' પદ મૂક્યું, તેનાથી એ ફલિત નથી થતું કે તિથિની વૃદ્ધિ થવી, જૈન શાસનને અમાન્ય નથી ? અને તેઓશ્રીના સમયે પણ લૌકિક ટિપ્પણું જૈન સંઘમાં પ્રચલિત હતું ? ૪) પૂ. ઉમાસ્વાતિજી મ. ના સમયમાં પણ જૈનસંઘે અપનાવેલ પંચાંગમાં પર્યાપતિથિની ક્ષય-વૃદ્ધિ થતી હશે, ત્યારે જ તો પૂ. ઉમાસ્વાતિજી મહારાજાએ અપવાદસૂત્રરૂપ ‘ક્ષયે પૂર્વા.’ અને ‘વૃદ્ધૌ ઉત્તરા' પ્રઘોષ આપ્યો હશે ને ? ૫) જૈનશાસ્ત્ર પ્રમાણે ક્યારેય, કોઈપણ રીતે તિથિની વૃદ્ધિ થતી જ નથી અગર તો જૈનશાસન તિથિવૃદ્ધિને માનતું નથી, આવું તમે ક્યા ગ્રંથના આધારે કહો છો ? ૬) શું જૈનશાસ્ત્ર પ્રમાણે તિથિની વૃદ્ધિ થતી નથી કે તિથિની વૃદ્ધિ કઈ રીતે થાય છે, તેનું ગણિત આજે ઉપલબ્ધ જૈનશાસ્ત્રમાં મળતું નથી ? ૭) જ્યારે આપણા પૂર્વ મહાપુરુષોએ લૌકિક ટીપ્પણાનો સ્વીકાર કર્યો હશે, ત્યારે તેઓશ્રીઓને પણ આ લૌકિક ટિપ્પણું જૈનશાસ્ત્રાનુસાર નથી, એવો ખ્યાલ હશે Jain Education International ૨૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122