Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 51
________________ કારણે વિગઈ-વનસ્પતિની સાધ ભ. ને છુટ્ટી આપી. પરંતુ જેની શક્તિ હોય, તેને તો બંધ રાખવાની ના પાડી નથી ને ? સાતમો પ્રશ્ન એ છે કે ...... પૂ. કાલિકસૂરિ મહારાજાએ પાંચમની સંવત્સરી ચોથે પ્રવર્તાવી છે, પણ પાંચમને ચોથ કે ચોથને પાંચમ કહી નથી. આરાધનાના - દિવસમાં પરિવર્તન કરવું અને જે દિવસે જે તિથિ હોય તે જ માનવી – બોલવી. આ બેમાં સિદ્ધાંત કયો અને સામાચારી કઈ ? આમો પ્રશ્ન એ છે કે .... આજે જે સંઘભેદ, અપ્રીતિ, સંક્લેશ, સંઘર્ષ થાય છે, તેમાં તિથિ જ કારણભૂત છે કે જ્યારે તિથિ વિષયક ચર્ચા હોતી નથી, ત્યારે અંગત માન-અપમાનના કારણે ઘવાયેલું મન પણ સંઘર્ષાદિ કરે છે? એક જ સમુદાયના જુદા જુદા ગ્રુપોમાં સંઘર્ષો-વિવાદો શાના કારણે? શું એમાં તિથિ કારણ છે ? નવમો પ્રશ્ન એ છે કે ..... જેમાં ફેરફાર કરી શકાય તે સામાચારી ? – આવી સામાચારીની વ્યાખ્યા ક્યા શાસ્ત્રમાં છે? સમ્યક આચાર તે સામાચારી છે કે એક સમાન આચાર તે સામાચરી છે? દસમો પ્રશ્ન એ છે કે ... આજે જે વિહાર, ગોચરી, પ્રતિલેખના વગેરેના વિષયમાં જે પ્રવૃત્તિ કરીએ છીએ, તેને કોઈ પણ ઉપાદેય માને છે ? કે પોતાની તત્પાલનની અશક્તિને જણાવે છે ? તો પછી તે વસ્તુઓને બિનજરૂરી રીતે તિથિના વિષયમાં શા માટે લાગુ પાડો છો? આમ તો આ બનાવટી ચિંતન ઉપર લીટીએ લીટીએ સમાલોચના કરી શકાય તેમ છે, છતાં પણ ઉપરના દસ પ્રશ્નોના જવાબ મેળવી લેવાથી તેનું કાર્ય પૂર્ણ થઈ જશે. અંતે એટલી જ ભલામણ છે કે પોતાની અસત્યવાતનો ત્યાગ કરવાનું કોઈપણ કારણસર શક્ય ન હોય, તો પણ તેની ઉપર સત્યનું લેબલ મારવા કમસેકમ મહાપુરુષોનો તો ઉપયોગ ન જ કરો. દા. ત. ઝેરની બોટલ ઉપરનું ઝેર’ નું લેબલ કાઢીને “અમૃત’ નું લેબલ લગાડવાથી ઝેર શું અમૃત બની જાય ? ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122