Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 35
________________ ભાવ સત્યના ઓઠા નીચે જગતને પોતાની બદલાયેલી ખોટી માન્યતા તરફ યેન કેન પ્રકારે લઈ જવું છે. મરીચિએ પણ કપિલના પ્રશ્નોનો સંદિગ્ધ જવાબ આપી સંસાર વધાર્યો હતો, તે તો યાદ જ હશે. કોઈક પૌદ્ગલિક ધ્યેય બંધાય ત્યારે સત્યથી આઘા થવાય છે. મરિચિને શિષ્યલોભ નડયો, તેથી સત્યનિરૂપણ કરી શક્યા નહિ. લેખકશ્રીને શું નડે છે ? તે આપણે જાણી શકતા નથી. જ્યાં બેઠા ત્યાંની જ માન્યતાને પુષ્ટ કરવી તે અનાદિકાલીન અવળી ચાલ છે. શાસ્ત્ર પરિશીલન દ્વારા પ્રાપ્ત થયેલ નિર્મલબોધ જ તેમાંથી બહાર લાવે, અન્યથા શાસ્ત્ર જ શસ્ત્ર બને છે. ભગવાનના દીકરી અને જમાલીના પત્ની સાધ્વીજીની સ્થિતિ આવી જ હતી. છેલ્લે સમ્યગ્દષ્ટિ ઠંક શ્રાવક મળ્યો, તો ભવિતવ્યતા સારી હોઈ, ફરી સન્માર્ગે આવ્યા. આચાર્યશ્રી પોતાની પુસ્તિકામાં પૃ. ૧૯ ઉપર લખે છે કે “હવે બેતિથિપક્ષને બધાએ આ પ્રશ્ન ભારપૂર્વક પૂછવા ભલામણ કે બીજાઓ કરતાં આરાધના ભલે અલગ દિવસે કરવી પડે, પણ ઉદ્દયાત્ તિથિ પકડી રાખવી ..... ઉદ્દયાત્ તિથિ પકડી રાખવામાં જ કલ્યાણ છે. આવી સૂચના જેના પરથી મળે એવી સૂચક વાતો તમે કેટલી દર્શાવશો ? (એકપણ વાત તેઓ દર્શાવી શકવાના નથી. કારણ કે શાસ્ત્રકારોને-પૂર્વાચાર્યોને બધા અલગઅલગ દિવસે આરાધના કરે એ માન્ય નથી.)'' આચાર્ય શ્રી અને જેણે જાણવાની જિજ્ઞાસા હોય તેમને ઉપરની વાતના ખુલાસા આપીએ છીએ, તે ધ્યાન દઈને વાંચવા ભલામણ. પૂર્વે જણાવેલા (આ પુસ્તિકાના પૂ. નં. ૧૩ ઉપર ) શ્રાદ્ધવિધિ ગ્રંથના પાઠમાં ‘પ્રાતશ્ર્વ સ પ્રમાણં’ આ અંશ ઉપર દૃષ્ટિ કરી લેવી. તે ઉદયાત્ તિથિનો જ આગ્રહ રાખે છે. - સેનપ્રશ્નકારશ્રી પ્રથમ ઉછાસમાં ‘મિ.’ વૃદ્ધસંપ્રદાયની ગાથાને રજૂ કરી ઔદયિક તિથિને જ આરાધવાનું સૂચન કરે છે. (તે પાઠ પાછળ પરિશિષ્ટમાં અર્થસહિત આપ્યો છે. જુઓ પૃ નં. ૫૮) Jain Education International ૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122