________________
શાસ્ત્ર દ્વારા નિર્ણિત થયેલા સત્યના આદર-પાલનમાં જ ભવ્યાત્મઓનું હિત સમાયેલું છે અને તે જ ભાવથી સત્ય છે.
યાદ રહે કે .... હરણીયા ગયા તે તરફ શીકારીને જવા ન દેવાય તે ભાવસત્ય છે. પરંતુ જીવદયાની ભાવનાથી હરણીયાને ઘાસચારો નાખવા જનારને બીજી દિશા તરફ દોરવા તે ભાવથી અસત્ય છે.
તેમજ ભવ્યાત્માઓને શાસ્ત્રીય સત્ય સન્મુખ બનાવવા તે ભાવસત્ય છે. પરંતુ શાસ્ત્રીય સત્યથી અવળી દિશામાં લઈ જવા તે ભાવથી અસત્ય છે.
તો પ.પૂ.આ.ભ.શ્રી.વિ. પ્રેમસૂરિ મ.સા. નું ચિંતન' ના નામે પ્રચારાતી પત્રિકાના ચિંતનકાર પોતાનું નામ જણાવ્યા વિના કંઈક જુદી જ વાતો કરી સત્યથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે.
આમ તો તિથિના વિષયમાં વિશાળફલક ઉપર ચર્ચાઓ થઈ ચૂકી છે. શાત્રાનુસારિતા અને શાસ્ત્રમાન્ય પરંપરાનુસારિતા કોના પક્ષે છે? તે પણ સૌ કોઈ જાણે છે. આપણા મહાપુરુષોએ સત્ય-અસત્યના ભેદો સ્પષ્ટ કરી જ દીધા છે. શાસ્ત્રીય સત્યનો સ્વીકાર કરવો ન કરવો તે, તે તે વર્ગનો વિષય છે. સૌ કોઈ પોતપોતાના સ્થાનમાં તિથિભેદ આવે ત્યારે આરાધના કરી લે, તો સંઘર્ષ-સંકલેશને કોઈ સ્થાન નથી. ચૌદસ આદિમાં ફેરફાર આવે ત્યારે આ રીતે દરેક સ્થળોમાં થાય જ છે. સંવત્સરી ભેદ આવે ત્યારે પણ આ જ માર્ગ અપનાવામાં આવે તો સંઘર્ષસંકલેશને કોઈ સ્થાન નથી.
જાણવા મળ્યા પ્રમાણે “દરેકે શાંતિથી પોતાના સ્થાનમાં પોતાની માન્યતા પ્રમાણે સંવત્સરીની આરાધના કરવી” – આવી બંને પક્ષ તરફથી જાહેરાત થાય, તેવો પ્રસ્તાવ આવ્યો હતો. આ વિષયમાં વિચારણા ચાલું થાય તે પૂર્વે જ ચોક્કસ એક વર્તુળ દ્વારા નામી-અનામી સાહિત્ય પ્રગટ થયું છે.
તિથિ વિષયક શાસ્ત્રીયસત્ય સામે કુતર્કો ખેલીને સત્યને જ અસત્ય ઠેરવવાનો પ્રયત્ન ચાલતો હોય, ત્યારે સત્યના જિજ્ઞાસુઓ માટે શાસ્ત્રીય સત્યની જાણકારી આપવી એક ફરજ બની જાય છે.
સંઘર્ષ-સંલેશના મૂળમાં સત્યનો આગ્રહ નથી. અંગત રાગ-દ્વેષ, અંગતમાનઅપમાન દ્વારા ઘવાયેલું મન કારણ છે. આ અવસર્પિણી કાળમાં જે સંઘર્ષો ઉભા થયા, તે સત્યના આગ્રહીવર્ગ દ્વારા નથી થયા, તે સૌ કોઈ સારી પેરે જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org