________________
पनिवेदन
CILMS
- બીજી આવૃત્તિમાંથી ઉદ્ભૂત SSC ST - -
ૐ મા નમ: | વીરાય નિન્ય નમઃ | આ કાળના અનિમ-ચોવીસમા તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવન પ્રસંગોનું ચિત્રમય સંપુટ પ્રગટ થઇ રહ્યું છે તે જોઈને હું અપાર હર્ષ અને આનંદની લાગણી અનુભવી રહયો છું. વરસોથી સેવેલું સ્વપ્ન સાકાર થાય ત્યારે કોણે હર્ષાનંદ ન થાય?
આ પુસ્તકનાં આકર્ષક અને ભાવવાહી બેનમૂન ચિત્રો ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાએ કર્યા છે. ભગવાન મહાવીર જેવી લોકોત્તર વ્યક્તિને વિશ્વ સમક્ષ મૂકવા માટે એક મહાન પુણ્ય કાર્ય કર્યું છે, આથી ભગવાન મહાવીરનાં જીવનચિત્રોની જે ઉણપ વર્તાતી હતી તે દૂર થઇ એ બદલ ચિત્રકારને ધન્યવાદ આપવા રહયા. આ પુસ્તકમાં સુશોભનો તરીકે પ્રતીકો અને રેખાપટ્ટીઓ (બોર્ડરો) નું કાર્ય ડભોઇના કુશળ ચિત્રકાર શ્રી રમણિક શાહે મારા માર્ગદર્શન નીચે ખૂબ જ સુંદર રીતેં કરીને પુસ્તકની શોભામાં વૃદ્ધિ કરી છે તે માટે તેઓને પણ ખૂબ ધન્યવાદ ઘટે છે.
આ સંપુટમાં ભગવાન શ્રી મહાવીરનું જીવન ૩૪ ચિત્રોમાં આપવામાં આવ્યું છે અને ૩૫મું ચિત્ર ભગવાનના આધ શિષ્ય ગણધર શ્રી ગૌતમસ્વામીજીનું છે. આમાં ભગવાન શ્રી મહાવીરના જીવનના બીજા ચાર-પાંચ પ્રસંગો ઉમેરવાની મારી ઇચ્છા હતી પણ તે તતકાલ શક્ય બની નથી, વળી કોઇ કોઇ ચિત્રમાં કલ્પના, સિદ્ધાંત અને તેની દૃષ્ટિને માન આપવું અનિવાર્ય હોવાથી મારી ધારણા અને વાસ્તવિકતાને જતી કરીને ચિત્રકારની સ્વતંત્રતા સ્વીકારવી પડી છે. આ પુસ્તક ચિત્રસંપુટનું હોવાથી ચિત્રપરિચય એકદમ ટૂંકો આપી શકાત, પરંતુ મહત્ત્વના અન્ય કારણોસર આમાં મેં મધ્યમ પ્રકારનું ધોરણ અપનાવ્યું છે, પરિચય આલંકારિક કે કાવ્યમય ભાષામાં તેમજ તેના માર્મિક વિવેચન સાથે ન આપતાં સહુને સુવાર અને સુપાચ્ય થાય એ રીતે સરળ અને સાદી ભાષામાં ઘટનાઓ પૂરતો જ આપ્યો છે. દેશ-પરદેશની જનતા આનો લાભ ઉઠાવી શકે એ માટે પરિચય ત્રણે ભાષામાં આપ્યો છે. શેષ લખાણ એક જ ભાષામાં આપ્યું છે.
જેનો ઉપરાંત દેશ-પરદેશના શિકિતો, જેનધર્મનાં પ્રતીકો -ચિહનો વગેરે ક્યા છે?કેવા કેવા આકારે હોય છે ? તે શા માટે હોય છે? તે જાણવાની જિજ્ઞાસા ધરાવે છે, તેવું હું વરસોથી જાણતો હોવાથી પ્રતીકો અને ચિત્રપટ્ટીઓ (બોર્ડરો) તૈયાર કરાવ્યાં, પ્રતીકોને ત્રણેય ભાષાના પરિચયના પ્રારંભમાં અને પટ્ટીઓને નીચેના ભાગે મુદ્રિત કરીને મૂકવામાં આવેલ છે. પ્રતીકો અને પટ્ટીઓ મોટાભાગે જૈનધર્મને અનુસરતાં છે, જયારે થોડાંક જ પ્રતીકો, પટ્ટીઓ સર્વમાન્ય પ્રકારનાં છે. પ્રતીકો બધાં મળીને ૧૪૦ અને પટ્ટીઓ કુલ ૬૧ છે. અનેક વ્યક્તિઓની ઇચ્છાને માન આપીને પાછળ પરિશિષ્ટો ઉપરાંત ૧0૫ પ્રતીકો અને ૪૦ પટ્ટીઓનાં ચૂલ પરિચય પણ આપ્યાં છે.
મારા આ મંગલ કાર્યમાં તન,મન અને ધનથી તથા વિવિધ રીતે અન્ય સહાય કરી મારા આ કાર્યને જેમણે સરલ બનાવ્યું છે તે સૌ મહાનુભાવોને, મને અનેક રીતે સહાયક થનારા મુનિરાજ શ્રી વાચસ્પતિવિજયજીને, તથા આ કાર્ય પ્રત્યે શુભેચ્છા દાખવનાર શતાવધાની મુનિશ્રી જયાનંદવિજયજી આદિ અમારા આબાલવૃદ્ધ સાધુ-સાધ્વીજીવંદને તેમજ પ્રકાશકીય નિવેદનમાં સમિતિએ જુદી જુદી રીતે સહાયક થનારા મુનિરાજો, ભાઇ-બહેનો, પ્રેસ અને પ્રેમના માલિકો વગેરેનો જે આભાર માન્યો છે તેમાં અંત:કરણથી મારો સૂર પૂરાવવા સાથે તે સૌને અંત:કરણથી ધન્યવાદ આપું છું, સહુ કોઈની લાગણી અને ભક્તિભાવભર્યા સહાય અને સહકારને હું કદી વિસરી નહી શકું.
સંપુટ પ્રગટ કરવામાં ધારણાથી વધુ વિલંબ થયો તે બદલ ઊંડી ખેદની લાગણી અનુભવું છું અને એ અપરાધને ઉદારભાવે નભાવી લેવા સહુને નમ્ર અનુરોધ કરૂં છું.
કલિકાલ કલ્પતરૂ ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની સસ્કૃપા, ભગવતી શ્રી પદ્માવતીદેવીની સહાય, અસીમ કરુણાવર્ષા કરનાર સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ, તથા પરમ ઉપકારી, પરમકૃપાળુ ગુરુદેવો-જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ આચાર્ય શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ, યુગદિવાકર આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદો, એમાંય પ્રખર ઉપદેશક મારા તારક ગુરુદેવની અનેકવિધ પ્રબલ સહાય-સહકારથી આ કાર્ય સફળતાને વર્યું તે માટે સહુને અનેકશઃ નતમસ્તકે વંદન કરી, ઊંડા આભારની લાગણી વ્યક્ત કરું છું.
અહિંસામૂર્તિ ભગવાન શ્રી મહાવીરનું સમગ્ર જીવન અદ્દભુત, અનુપમ, અજોડ અને પ્રેરણાપ્રદ છે, ખરેખર! એમણે અહિંસા, સંયમ, તપ, સત્ય અને ક્ષમાં આદિ સર્વ કલ્યાણકર અને ઉદાત્ત એવા ધર્મોની સર્વોત્તમકોટિની સાધના કરીને અંતિમ સિદ્ધિ પ્રાપ્ત કરી અર્થાતુ વીતરાગ-સર્વ બની નિર્વાણ સુખના અધિકારી બન્યા, આપણે પણ જો એ માર્ગે ચાલીએ તો આપણા આત્માને પરમાત્માની કક્ષાએ પહોંચાડીને નિર્વાણ સુખના અધિકારી અવશ્ય બનાવી શકીએ.
ભગવાન શ્રી મહાવીરના ઉપદેશનો ટૂંકો સાર ક્ષમામૂર્તિભગવાન શ્રી મહાવીરના ઉપદેશનો ટૂંકો સાર એ છે કે જો તમારે તમારો સવાંગી વિકાસ સાધવો હોય તો આચારમાં સર્વ હિતકારિણી અહિંસાને, વિચારમાં સંઘર્ષશામક અનેકાન્ત (સ્યાદ્વાદ) ના સિદ્ધાંતને અને વહેવારમાં સંકલેશનાશક અપરિગ્રહવાદને મનસા, વાચા, કર્મણા અપનાવો: આવી વ્યક્તિના જીવનમાં વિશ્વબંધુત્વ-મૈત્રીની ભાવના, સમન્વયવાદી દ્રષ્ટિ અને ત્યાંગ-વૈરાગ્યના આદર્શો જીવંત બનશે અને આ સિદ્ધાન્તોને ન્યૂનાધિકપણે જો સહુ અમલમાં મૂકશે તો સમષ્ટિ-સમુદાયમાં અધ્યાત્મવાદનો પ્રકાશ પ્રગટ થતાં ભય, ચિંતા, અજંપો, અશાંતિ, અસંતોષ, વર્ગવિગ્રહ, અન્યાય, દુર્ભાવના, ધિકકાર, તિરસ્કાર, કડવાશ, અવિનય, અવિવેક, અહંકાર આવા અનેક જડતત્ત્વોનો ઘેરો બનેલો અંધકાર વિલય થશે. પરિણામે સર્વત્ર મૈત્રી, પ્રેમ, સ્નેહ, આદર, સંપ, સહિષ્ણુતા અને શાંતિનાં બળો મજબૂત બનશે.
એ યાદ રાખવું ઘટે કે ભગવાન શ્રી મહાવીર કોઇ એક સંપ્રદાયના, એક પ્રાંતના કે એક દેશના ન હતા, એ સહુના હતા - સહુ માટે હતા થાવતુ સમગ્ર વિશ્વના હતા, વિશ્વ માટે હતા. વિશ્વની માનવજાતને હિંસા અને ત્રાસવાદથી ઊગરવું હશે તો ભગવાન મહાવીરના અહિંસાના સિદ્ધાન્તને અપનાવ્યા સિવાય કોઇ આરો વારો નથી, વ્યકિત કે સમષ્ટિ માટે અહિંસા સિવાય કોઇ બીજો તરણોપાય નથી. આ એક સૈકાલિક સત્ય છે. વ્યકિત કે સમષ્ટિ એનો જેટલો વહેલો સ્વીકાર કરે એ એના હિતમાં છે.
અત્તમાં આપણે સૌ ભગવાન મહાવીરે ચીધેલા માર્ગે ચાલીને અને તેમની તથા તેમના શાસનની આરાધના - ઉપાસના કરી તથા તેમના આદેશોનું પાલન અને ઉપદેશોનું આચરણ કરી આત્મકલ્યાણના અધિકારી બનીએ એ જ મંગલકામના ! વિ.સં. ૨૦૩૦,ઇ.સ.૧૯૭૪,ગોડીજી જૈન ઉપાશ્રય - મુંબઇ
મુનિ યશોવિજય
00
'OES)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org